1.9 કરોડ રસી પાઇપ લાઇનમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આંકડા જાહેર કર્યા

દેશના કેટલાક રાજ્યો દ્વારા રસીનો જથ્થો ખૂટી ગયો છે તેની ફરિયાદ કરીને કેન્દ્ર પાસે નવા જથ્થાની માગણી કરવામાં આવી છે અને આ મુદ્દા પર કેન્દ્ર સાથે રાજ્યનો સંઘર્ષ શરૂ થયો છે ત્યારે વાસ્તવિક સ્થિતિ શું છે તે બતાવવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન દ્વારા અત્યાર સુધીના રસીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે અને એમ કરીને એમણે રાજ્યોના વિરોધને ખોટો દેખાડો ગણાવ્યો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ પોતાના અહેવાલમાં એવી માહિતી આપી છે કે અત્યાર સુધી રસી નું વિતરણ કરવામાં આવ્યું છે તેના આંકડા મુજબ મહારાષ્ટ્રને રાજસ્થાન ટોચના ત્રણ રાજ્યોમાં સામેલ રહ્યા છે તેમને સૌથી વધુ રસી મળી છે.
આંકડાકીય માહિતી આપતા તેમણે કહ્યું છે કે હવે કેન્દ્ર સરકાર પાસે 2.4 કરોડ રસીનો સ્ટોક છે અને હજુ 4.3 કરોડ રસી પ્રાપ્ત કરવાની બાકી છે. તમામ રાજ્યો માટે પૂરતા પ્રમાણમાં રસી ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર પર રસી વિતરણ અંગે પક્ષપાત નો આરોપ મૂકવામાં આવી રહ્યો છે પરંતુ આવા રાજ્યો નો વિરોધ માત્ર દેખાડો છે અને બીજું કશું નથી.
અત્યાર સુધી દેશમાં 9.1 કરોડ જેટલી રસી લોકોને આપી દેવામાં આવી છે. 1.9 કરોડ જેટલી રસી હજુ પાઇપલાઇનમાં છે. અત્યાર સુધીમાં દેશમાં 13.5 કરોડ જેટલી રસી નું વિતરણ કરવામાં આવ્યું છે. તમામ રાજ્યોમાં સૌથી વધુ રસી મહારાષ્ટ્ર અને રાજસ્થાનને પૂરી પાડવામાં આવી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી એમ કહ્યું છે કે કેટલાક રાજ્યો કારણ વગર કેન્દ્ર સરકારને બદનામ કરી રહ્યા છે અને રાજનીતિ રમી રહ્યા છે વાસ્તવમાં કોઈ પણ રાજ્ય ને રસીનો અપૂરતો જથ્થો અપાયો જ નથી બલ્કે જરૂરિયાતથી વધુ આપવામાં આવી છે.
વિપુલ મકવાણા અમરેલી