સુરતમાં કોરોનાનો રાફડો ફાટયો, પરિસ્થિતિની જાણકારી મેળવવા દિલ્હીની ટીમ સુરત આવી પહોંચી

સુરતનો કોરોના નાં વધતાં જતાં કેસ ને કારણે સુરતની પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડતી જઈ રહી છે સુરતની પરિસ્થિતિની જાણકારી મેળવવા માટે દિલ્હી AIIMSની ટીમ આજે સુરત આવી પહોંચી હતી. સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના નો રાફડો ફાટ્યો છે અને ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે સુરતમાં સારવારની જરૂર પડે જેવા કોરોનાના દર્દી સતત વધી રહ્યાં છે.
સુરત ની પરિસ્થિતિ સ્ફોટક બનતાં કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ ચિંતિત થઈ છે સુરતની પરિસ્થિતિની જાણકારી મેળવવા માટે દિલ્હી AIIMS ની ટીમ આજે સુરત મહાનગરપાલિકા આવી પહોંચી છે. પાલિકાનાં સ્મેક સેન્ટરમાં પાલિકા કમિશનર તથા અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ આ ટીમ સિવિલ હોસ્પિટલ પણ જશે \. સુરતની પરિસ્થિતિની માહિતી મેળવવા માટે AIIMSનાં ૧૨ જેટલા અધિકારીઓની ટીમ સુરતની મુલાકાત લઈને પોતાનો પ્રતિભાવ આપશે.