ડભોઇનાં દારૂલ ઉલુમ મદ્રેસા ખાતે જિલ્લા પ્રમુખ તેમજ જિલ્લા આરોગ્ય ચેરમેને કોવિડ સેન્ટરની મુલાકાત લીધી

ડભોઈ તાલુકાના વેગા ખાતે આવેલ દારૂલ ઉલુમ મદ્રેસા એ મહમુદિયા ખાતે કોવિડ સેન્ટર ઉભુકરવામા આવ્યુ હતુ જેનું નિરીક્ષણ વડોદરા જિલ્લા પ્રમુખ અશોક ભાઈ પટેલ તેમજ વડોદરા જિલ્લા આરોગ્ય ચેરમેન નિલેશભાઈ પુરાણી એ કર્યુ હતુ. કોવિડ સેન્ટરની નિરિક્ષણ કર્યા બાદ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખૂબ જ સુંદર વાતાવરણમાં અહીંયા વિના મૂલ્યે કોરોનાની સારવાર કરવામાં આવે છે. ગત વર્ષમાં આ કોવિડ સેન્ટર ખાતે 250 ઉપરાંત જેટલા કોરોનાના દર્દીઓ સારવાર લઇ સ્વસ્થ થઈ ઘરે જય ચૂક્યા છે.
જેના પગલે હાલ ની પરિસ્થિતિ જોતા ફરી આ કોવિડ સેન્ટર શરૂ કરતાં 14 જેટલા દર્દી ઓ હાલ ત્યાં સારવાર લઈ રહ્યા છે. 100 જેટલા દર્દીઓ ની કેપેસિટી ધરવતા આ કોવિડ સેન્ટર માં વિના મૂલ્યે સારવાર આપવામાં આવતા ડભોઇ તેમજ આસપાસના ગામોની જનતામા ખુશીની લાગણી જોવા મળી રહી છે. સાથે જ વધુમાં વધુ લોકો આ સુવિધાનો લાભ મેળવે તે માટે જિલ્લા આરોગ્ય ચેરમેન નિલેશભાઈ પુરાણી તથા સામાજિક કાર્યકર અશ્વિનભાઈ પટેલ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી.
તેઓની મુલાકાત નો ઉદ્દેશ સામાજિક કાર્યકરોનો ઉત્સાહ વધારવાનો તેમજ તેમના કામને બિરદાવવાનો હતો. આ પ્રસંગે વેગા ખાતે વડોદરા જિલ્લા પ્રમુખ અશોકભાઈ પટેલ વડોદરા જિલ્લા આરોગ્ય સમિતી ચેરમેન નીલેશ ભાઈ પુરાણી, વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિન પટેલ(વકીલ), તેમજ ડભોઇના જમિયતે ઉલ્માયેહિંદના પ્રમુખ ઝકરીયા (અત્તર વાલા), ઉપપ્રમુખ નિસાર ખત્રી,જનરલ સેક્રેટરી ઈલ્યાસ અત્તર વાલા, મકબૂલ મુલ્લાં, ઇસ્માઇલભાઈ સમલાયા વાલા રિઝવાન લકી તેમજ નગરના મહાનુભવો હાજર રહ્યા હતા.