ડભોઇ ચોર્યાસી મેવાડા બ્રહ્મ સમાજ દ્વારા એકલિંગજી મહોત્સવની ઉજવણી મોકૂફ
આજરોજ ચોર્યાશી મેવાડા બ્રહ્મ સમાજ દ્વારા એકલિંગજી જયંતિની ઉજવણી કોરોના મહામારીને ધ્યાનમાં રાખી મોકૂફ રાખવામાં આવી છે. દર વર્ષે એકલિંગજી જયંતિ નિમિતે મહાપૂજા તથા પ્રસાદીની આયોજન કરવામાં આવે છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સરકારી ગાઈડલાઈનનું પાલન કરતા મંડળના પ્રમુખ ભુપેન્દ્રભાઈ જોશી (લાલાભાઈ) ઉપપ્રમુખ ભાવેશ ભાઈ જોશી, મંત્રી રાજેન્દ્રભાઈ પુરોહિત તથા તમામ કારોબારી સભ્યો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે હાલ કોરોનાના કેશો વધી રહ્યા છે. જેથી કરીને સંક્રમણના ફેલાય માટે શ્રી એકલિંગજી દાદાનું વિશેષ પૂજન ઘરે જ કરવા નમ્ર અપીલ કરવામાં આવી છે.