રાજકોટ જિલ્લાના ગોંડલના વધુ બે ગામમાં ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન

રાજકોટ જિલ્લાના ગોંડલના વધુ બે ગામમાં ગ્રામજનોએ કોરોનાના કેસ વધતાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. કોરોનાની ચેઈનને તોડવા માટે ગોંડલના અનિડા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અહીં 10 દિવસનું આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગામમાં માત્ર રાત્રે 6 થી 8 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે. આ સિવાયના સમયમાં બધું જ બંધ રહેશે.
આ સાથે જ ગોંડલના જામવાડી ગામમાં પણ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાના કેસ વધતા ગામના સરપંચ દ્વારા ગામમાં 7 દિવસનું આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અહીં પણ સવારે 6 થી 9 અને સાંજે 5 થી 8 રખાશે દુકાનો ખુલ્લી રહેશે. ગામમાં આ સમય દરમિયાન કોરોનાની ગાઈડ લાઇન પ્રમાણે દુકાનો ખુલી રાખી શકાશે. આ સિવાય બાહર ગામથી આવનાર લોકોએ પંચાયતમાં જાણ કરવાની પણ રહેશે.
વિપુલ : મકવાણા અમરેલી