કોરોના વાયરસ (Corona Virus)ના વધતા પ્રકોપની વચ્ચે એક વખત ફરીથી પ્રતિબંધો

કોરોના વાયરસ (Corona Virus)ના વધતા પ્રકોપની વચ્ચે એક વખત ફરીથી પ્રતિબંધો
Spread the love

કોરોના વાયરસના વધતા પ્રકોપની વચ્ચે એક વખત ફરીથી પ્રતિબંધો લાગવાનું શરૂ થઇ ગયું છે. કેટલાંય રાજ્યોએ પોતાને ત્યાં નાઇટ કર્ફ્યુ, વિકેન્ડ લોકડાઉન લગાવ્યું છે. લોકડાઉનના ડરની વચ્ચે એક વખત ફરીથી પલાયનમાં તેજી આવી છે અને પ્રવાસી મજૂરો પોતાના ઘર તરફ પાછા ફરી રહ્યા છે. રેલવે સ્ટેશનો પર વધતી ભીડની વચ્ચે રેલવેની તરફથી શુક્રવારે મોટું નિવેદન આવ્યું છે. કોરોનાના વધતા સંકટની વચ્ચે રેલવેનું કહેવું છે કે અત્યારે રેલવે સર્વિસ બંધ કરવાનો કે ટ્રેનોની સંખ્યા ઘટાડવાનો કોઇ પ્લાન નથી.

રેલવે બોર્ડના ચેરમેન સુનીત શર્માએ કહ્યું કે જે લોકો પ્રવાસ કરવા માંગે છે તે કરી શકે છે, ટ્રેનોની અછત નથી. જેટલી પણ જરૂર પડશે એ હિસાબથી ટ્રેનો ચાલી રહી છે. એવામાં પેનિકકરવાની જરૂર નથી. જો ડિમાન્ડ વધશે તો અમે તરત ટ્રેનોની સંખ્યા વધારી દઇશું. હાલની સ્થિતિ પર રેલવે બોર્ડના ચેરમેનનું કહેવું છે કે આ નોર્મલ રશ છે, કારણ કે ઉનાળાની સીઝનમાં લોકો ટ્રાવેલ કરે છે. આ ભીડને જોડા અમે પહેલેથી જ વધુ ટ્રેનોની જાહેરાત કરી ચૂકયા છીએ. એવામાં રેલવે બોર્ડના ચેરમેને અપીલ કરી છે કે ટ્રેનોની અછત નથી અને લોકોએ પેનિકમાં આવવું જોઇએ નહીં.

રેલવે એ અફવાઓને ખોટી ગણાવી
લોકડાઉનની ઝપટની વચ્ચે કેટલાંય પ્રકારની અફવાઓ છે. શુક્રવારના રોજ રેલવે એ કેટલીય ટ્વીટ કરીને આ અફવાઓને ખોટી ગણાવી દીધી છે. રેલવે દ્વારા કહ્યું છે કે કેટલાંય જૂના વીડિયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં સ્ટેશનો પર ભીડનો દાવો છે. રેલવેનું કહેવું છે કે એવું કંઇ થયું નથી અને ટ્રેન સર્વિસ સામાન્ય ગતિથી ચાલી રહી છે. એવામાં લોકો આરામથી પ્રવાસ કરે.

વિપુલ મકવાણા (અમરેલી)

IMG-20210410-WA0004.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!