મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટવાસીઓને સ્વૈચ્છિક લૉકડાઉનની અપીલ કરી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટવાસીઓને સ્વૈચ્છિક લૉકડાઉનની અપીલ પણ કરી હતી અને આ મહામારી સામે સામૂહિક પ્રયત્નો જરૂરી હોવાનું જણાવ્યું હતું. વધુમાં રૂપાણીએ જણાવ્યું હતું કે, એક સપ્તાહમાં નવા 15 હજાર બેડ વધારવામાં આવ્યા છે. કારણ કે, હાલમાં કોરોનાના માઈલ્ડ લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યા વધી છે. જેથી રાજકોટમાં 6631 બેડ વધારવામાં આવશે અને સાથે જ PHC સેન્ટરમાં પણ વ્યવસ્થા ઉભી કરાશે. પરંતુ હવેથી કોઈને હાથોહાથ રેમડેસીવીર નહીં અપાય અને ડોક્ટર-હોસ્પિટલ રેમડેસીવીરની વ્યવસ્થા કરશે.
ખાનગી ડોક્ટરોને પણ રેમડેસીવીર આપશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. જણાવી દઇએ કે, રાજકોટ શહેરમાં છેલ્લા એક પખવાડીયામાં કોરોનાના 3000 કેસ મળી આવ્યા છે શહેરમાં રોજ કેસનો આંક 300ને પાર થઈ ગયો છે આવી સ્થિતિમાં દર્દીઓને સારવાર પણ મળતી ન હોવાની વ્યાપક ફરીયાદ ઉઠવા પામી છે. બીજી તરફ શહેરમાં મોતનો આંક પણ વધી રહ્યો છે.
વિપુલ મકવાણા અમરેલી