રાજકોટ : કોરોના કેસ વધતા શહેરના અનેક એસો. સ્વૈચ્છિક રીતે વિક એન્ડ લોક ડાઉન કરી

રાજકોટ : કોરોના કેસ વધતા શહેરના અનેક એસો. સ્વૈચ્છિક રીતે વિક એન્ડ લોક ડાઉન કરી રહ્યા છે. ત્યારે રાજકોટ પાન એસો.એ આગામી શનિવાર તથા રવિવારે પાન ની દુકાનો બંધ રહેશે, તેવી જાહેરાત કરી છે. રાજકોટ પાન એસો.ના પિયુષભાઈ સીતાપરાના જણાવ્યા મુજબ એસોસિએશનમાં રાજકોટની 1151 પાનની દુકાનો રજીસ્ટર છે જ્યારે શહેરમાં 4000થી વધુ દુકાનો છે. કોરોનાની ચેન તોડવામાં મદદરૂપ થવા માટે 10 એપ્રિલ (શનિવાર) અને 11 એપ્રિલ (રવિવાર)ના રોજ તમામને બંધના નિર્ણયમાં જોડાવવા અપીલ કરતું એસો.
ક્યાં ક્યાં વિસ્તારો આ બંધમાં જોડાશે
રાજકોટ પાન એસો.ના પિયુષભાઇના જણાવ્યા અનુસાર સામાકાંઠે, માધાપર ચોકડી, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, મવડી વિસ્તારના, ગોંડલ રોડ,ડૉ. યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ વગેરેના પાન દુકાનો સ્વૈચ્છિક બંધ પાળશે.
વિપુલ મકવાણા (અમરેલી)