ડભોઇ ચોર્યાસી મેવાડા બ્રહ્મ સમાજનું ગૌરવ વધારતા કૃતેશકુમાર જોશી

ડભોઇ ના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા કૃતેશકુમાર નરેન્દ્રપ્રસાદ જોશી કે જેઓની સિવિલ જજ તરીકે પસંસગી થતા ડભોઇ ચોર્યાસી મેવાડા બ્રહ્મ સમાજ માં ગર્વ ની લાગણી જોવા મળી હતી સાથે જ તેઓને સમગ્ર ચોર્યાસી મેવાડા બ્રહ્મ સમાજ નું નામ રોશન કરતા સમાજ દ્વારા અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી.કૃટેશકુમાર જોશી એ ડભોઇ ખાતે રહી ધોરણ 12 સુધી ની શિક્ષણ ડભોઇ ની શ્રી આર.જી.પંડ્યા હાઇસ્કૂલ માં પ્રાપ્ત કર્યું હતું.
ત્યારબાદ ડભોઇ ની કોમર્સ કોલેજ માં થી બી.કોમ કર્યુ હતું અને 2006 ની સાલ માં ગુજરાત હાઇકોર્ટ માં જુનિયર ક્લાર્ક તરીકે નિમણુંક પામ્યા ત્યારબાદ 2008માં આસિસ્ટન્ટ તરીકે જિલ્લા અદાલત વડોદરા માં બદલી થઇ અને આઠ વર્ષ સુધી વડોદરા જિલ્લાના જુદા-જુદા તાલુકાઓમાં જેવા કે ડભોઇ શિનોર વડોદરા શહેરમાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી. ત્યાર બાદ સને- 2017 માં ભાષાંતરની પરીક્ષા પાસ કરીને નિમણૂક પામતા તેઓ ગુજરાત હાઈ કોર્ટ અમદાવાદ મુકામે ભાષાંતરકાર તરીકે ફરજ બજવી.
2017 થી આજદિન સુધી તેઓ હાલમાં ભાષાંતરકાર તરીકે ગુજરાત હાઇકોર્ટમાં ફરજ બજાવે છે. તારીખ 9/ 4/ 2021 ના રોજ સિવિલ જજ ની સ્પર્ધાત્મક પરીક્ષા નું પરિણામ આવતા તેઓ સિવિલ જજ તરીકે પસંદગી પામેલ છે.આજરોજ તેઓ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ આ શ્રેય પોતાના માતા-પિતા ને તથા પત્ની ને આપતા કહ્યું કે તેઓના સાથ સહકારથી સફળતા મળી છે તથા સમાજના વડીલો ના આશીર્વાદ તથા એકલિંગજી દાદાની કૃપાથી આ અશક્ય કામ પાર પડ્યું છે નું તેઓ દ્વારા જણાવવા માં આવ્યું હતું.