રાણપુર તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચ, સદસ્યે સરકારી દવાખાનાની મુલાકાત લીધી

હાલ વધી રહેલા કોરોના વાયરસના કેસોને લઈને દર્દીઓથી દવાખાનાઓ ઉભરાય રહ્યા છે.ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યુ છે અને રાણપુરના તમામ દવાખાનાઓમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.ત્યારે રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ સોલંકી, રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ મનહરભાઈ પંચાળા, બોટાદ જીલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ પંચાળા, રાણપુર તાલુકા પંચાયતના ઉપ.પ્રમુખ ગોવિંદભાઈ ઠોળીયા, સામાજીક ન્યાય સમિતીના ચેરમેન હીરાભાઈ ખાણીયા, રાણપુર તાલુકા પંચાયતના સદસ્ય ઈશ્વરભાઈ પંચાળા, નરેશ જાબુકીયા સહતના આગેવાનોએ રાણપુર સરકારી દવાખાનાની મુલાકાત કરી હતી.અને હાલ ની દવાખાનાની પરીસ્થીતી વિશે માહીતી મેળવી હતી. તેમજ હાજર ડોક્ટર તેમજ સ્ટાફને હાલ કોરોનાની મહામારીમાં દર્દીઓને કોઈપણ જાતની તકલીફ નો પડે તે માટે સુચનાઓ આપવામાં આવી હતી.
વિપુલ લુહાર