ડભોઇ શિનોર ચોકડી પાસે અમદાવાદ વટવાના કારચાલકને અકસ્માત નડ્યો

ડભોઇ શિનોર ચોકડી પાસે અમદાવાદ વટવાના કારચાલકને અકસ્માત નડ્યો
Spread the love

ડભોઇ ના શિનોર ચોકડી પાસે અમદાવાદ થી કરનાળી જતા વટવા ના ચાર યુવકોને અકસ્માત થતા તમામ નો આબાદ બચાવ થયો હતો. જાણવા મળ્યા મુજબ આજરોજ સવારે 9 વાગ્યાના અરસામાં અમદાવાદ વટવા ના ભરતભાઈ કિશોરભાઈ પંચાલ અન્ય ત્રણ મિત્રો સાથે પોતાની હુંડાઈ કંપની ની કાર i20 નં-G.J.27.K-2314 લઇ આજરોજ સોમવતી અમાસ હોઇ અમદાવાદ થી કરનાળી કુબેર દાદા મંદિરે દર્શન કરવા અર્થે નીકળ્યા હતા.

દરમિયાન ડભોઇ શિનોર ચોકડી નજીકથી પસાર થતા તેઓની કારની આગળ ચાલતા કન્ટેનરે ટ્રાફિકના કારણે બ્રેક મારતાં તેઓ એ પણ પોતાની i20 કાર ધીમી પાડતા પાછળથી બેદરકારી અને ગફલતભરી રીતે પુરઝડપે હંકારી આવતા અશોક લેલન ચાલકે પાછળથી ધડાકાભેર ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જયો હતો.સદનસીબે આ અકસ્માતમાં કોઇ મોટી જાનહાની થવા પામી ન હતી.

પરંતુ i20 ગાડી માં બેસેલ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી સાથે i20 ગાડી ને આગળના અને પાછળના ભાગે ભારે નુકસાન થવા પામ્યું હતું. આ સાથે જ i 20ના માલિક ભરતભાઈ પંચાલ દ્વારા પોતાની ગાડી ને ભારે નુકસાન થતા અશોક લેલન ગાડીના ચાલક વિરુદ્ધ કાયદેસર તપાસ થવા ફરિયાદ કરાતા ડભોઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

IMG-20210412-WA0022.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!