રાજકોટ : કોરોના દર્દીની સારવાર કરતા બોગસ તબીબ પકડાયો

રાજકોટ શહેરનાં કુવાડવા રોડ પર આવેલ ધ ગ્રેટ ભગવતી હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ નામની હોટલ જે આખી એક બિલ્ડિંગમાં આવેલ છે. રાજકોટ શહેર બી.ડીવીઝનના પોલીસ સ્ટેશનનાં P.I એમ.બી.ઔસુરા P.S.I બી.બી.કોડીયાતર, અજયભાઈ બસીયા, જયદિપસિંહ બોરાણા, ચાંપરાજભાઈ ખવડ સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. જયારે પોલીસ હોટલે પહોચીતો ત્યાં હોટલ નહી પરંતુ ગેરકાયદેસર ચાલતી હોસ્પિટલ જોવા મળી હતી. જેમાં ૧૨ જેવા દર્દીઓ દાખલ હતા અને 3 દર્દીઓ ઓકિસજન પર હતા. પોલિસે સ્થળ પર હાજર હોટલના માલિક હેમંત દામોદાર રાજાણી ઉ.૬૧ રહે. મોરબી રોડ રાધામીરા સોસાયટી રાજકોટ. તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે તેના પુત્ર શ્યામ હેમંતભાઈ રાજાણી રહે. મોરબી રોડ રાધામીરા સોસાયટી રાજકોટ. અઠવાડિયાથી હોટેલની અંદર કોવિડ હોસ્પિટલ શરૂ કરી છે.
શ્યામ જ પોતાની ઓળખ ડોકટર તરીકે આપી કોરોના દર્દીની સારવાર કરી રહ્યો છે. અને રોજના દર્દીઓ પાસેથી રૂ.૧૮ હજાર વસૂલવામાં આવતા હતા. પોલીસને જાણવા મળ્યુ કે શ્યામ રાજાણી સામે અગાઉ ૨ વર્ષ પહેલા પણ નકલી ડોકટર અને સરકારી દવા ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમાં તેના પિતા હેમંત રાજાણી પણ સાથે સંડોવાયેલ હતો. હોટેલની અંદર કોઈ પણ પ્રકારની મંજૂરી વગર કોવિડ હોસ્પિટલ ચાલુ કરનાર શ્યામ રાજાણી અને તેના પિતા હેમંત રાજાણી સામે ગુનો નોંધી સ્થળ પર હાજર હેમંત રાજાણીની ધરપકડ કરી હતી. જયારે શ્યામની શોધખોળ હાથ ધરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ઔસુરા, બી.બી.કોડીયાતર, વિરમભાઈ, સલીમભાઈ માડમ, અજયભાઈ બસીયા, હેમેનદ્રભાઈ વાધીયા, પરેશભાઈ સોઢીયા, ચાંપરાજભાઈ ખવડ, જયદિપસિંહ બોરાણા, વિશ્વજીતસિંહ ઝાલા, નિરવભાઈ વધાસીયા, નાઓએ કામગીરી કરેલ હોય.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)