ડભોઇના ચાણોદ ખાતે નાવિકો દ્વારા નાવડી બંધ રાખવા નિર્ણય

ડભોઇ તાલુકા ના તીર્થધામ ચાણોદના શ્રી નાવિક શ્રમજીવી મંડળ દ્વારા ચૌદશ અને પૂનમ બે દિવસ નાવડી સદંતર બંધ રાખવામાં આવેલ છે.હાલ વધી રહેલા કોરોના ના સંક્રમણ અને કોરોનાના કેશોને ધ્યાન માં રાખી ચાણોદ નર્મદા ઘાટ ખાતે આવેલ નાવિકો દ્વારા ભીડ ભેગી ના થાય અને કોરોના નું સંક્રમણ ના વધે તે માટે તારીખ 26/4/2021 અને 27/4/2021 ના રોજ ચૌદસ અને પૂનમ ના દિવસે નાવડી બંધ રાખવા નો નિર્ણય કર્યો છે.આ નિર્ણય ચાણોદ ના નાવિક શ્રમજીવી મંડળના પ્રમુખ નવીનભાઈ કાલિદાસ માછી અને ઉપપ્રમુખ કિશોરભાઈ ઈશ્વરભાઈ માછી દ્વારા તમામ નાવિકો ને વિશ્વાસ માં લઇ ને સર્વસંમતિ થી લેવામાં આવ્યો છે.