અમદાવાદ RTOમાં ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગની સુવિધા શરૂ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક લેબોરેટરીના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ RTOમાં ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગની સુવિધા શરૂ કરી છે. RT-PCR ટેસ્ટિંગ માટે સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવ જ લેવામાં આવશે. અમદાવાદમાં બુધવારથી GMDC મેદાન ખાતે ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ માટે લાંબી લાઈનો જોતા તેને ઓછી કરવા માટે સેન્ટરોમાં બનાવાયેલા ડોમમાં અત્યાર સુધી ફોર-વ્હીલર, થ્રી-વ્હીલરમાં આવતા લોકોનો ટેસ્ટ કરાતો હતો. પરંતુ હવે થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. સોમવારથી ડ્રાઈવ થ્રુ કોરોના ટેસ્ટના નિયમમાં ફેરફાર કરીને ટુ-વ્હીલર કે વાહન સિવાય ડોમ પર ચાલતા જઈને પણ ટેસ્ટ કરાવી શકાશે તેનો નિર્ણય લેવાયો હતો.
વિપુલ મકવાણા (અમરેલી)