ગુજરાતમાં કોરોના વાયરસનો બીજો વેવ ખુબ જ ખતરનાક સાબિત થઈ રહ્યો છે

ગુજરાતમાં કોરોના વાયરસનો બીજો વેવ ખુબ જ ખતરનાક સાબિત થઈ રહ્યો છે. દિવસેને દિવસે અનેક લોકોને ઝપેટે લઈ રહ્યો છે. અહીં ન તો હોસ્પિટલોમાં બેડ મળી રહ્યા છે, કે સ્મશાનગૃહોમાં મડદાઓને જગ્યાઓ મળી રહી છે. આવી સ્થિતિમાં લોકો જાયે તો જાયે કહાં તેવા દ્રશ્યો વિચલિત કરી દે તેવા આપણી આંખ સામે ઉભા થઈ રહ્યા છે. રાજકોટમા કોરોનાના કેર વચ્ચે દરરોજ 50થી વધુ મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે હવે જે રીતે કોરોનાના દર્દીને દાખલ કરવા માટે લાઈનો લાગતી હતી તેવી રીતે મરણનો દાખલો મેળવવા માટે પણ લાઈનો લગાવવી પડે છે.
મહાપાલિકાનો જન્મ મરણ નોંધણી વિભાગ આમ પણ કોરોનાની પ્રથમ લહેર બાદ સતત વ્યસ્ત રહ્યો છે. છેલ્લા એક માસથી મરણની સરેરાશ 50થી વધુ નોંધ આવે છે તેની સામે જન્મની પણ 70થી 90 નોંધ પડતી હોય છે. મનપાના જન્મ મરણ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, હાલની સ્થિતિમા અમે આઠ દિવસે મરણની નોંધ પાડીને દાખલો આપી શકીએ છીએ. મરણ નોંધ દાખલો મેળવવા માટે સ્મશાનની ચિઠ્ઠીને આધારે અરજી લેવાય છે અને દાખલો તૈયાર થાય ત્યારે નોંધાયેલા મોબાઈલમા એસ.એમ.એસ. મોકવામા આવે છે. હાલની સ્થિતિમા આઠ દિવસે અમે દાખલો કાઢી શકીએ છીએ.
જન્મના દાખલામા પણ સિસ્ટમ એવી જ છે પણ તેમા હોસ્પિટલની ચિઠ્ઠીના આધારે દાખલો કાઢી આપવામાઆવે છે. રાજકોટ શહેરની હોસ્પિટલમા બાળકનો જન્મ થાય તો હોસ્પિટલ જ તેની વિગતો અપલોડ કરી દે છે અને ત્યાર બાદ મહાપાલિકામા નોંધ પડતા વાલીને મેસેજ મોકલાય છે. વાલી આવીને ફોર્મ ભરીને ત્યારે કે પાંચ વર્ષનું બાળક થાય ત્યાં સુધીમા ગમે ત્યારે તેનું નામ લખાવી દાખલો મેળવી શકે છે. હાલ તેમા પણ 7થી 8 દિવસનો સમય લાગી જાય છે.
વિપુલ મકવાણા (અમરેલી)