મિત્ર હોય તો આવો : મુસ્લિમ પરમ મિત્રએ 400 કિ.મી દૂરથી આવીને આપી મુખાગ્નિ

દુનિયામાં કેટલાક સંબંધ એવા હોય છે જે આપણે ભગવાન તરફથી નથી મળતા પરંતુ તેને આપણે પોતે પોતાના જીવન માટે પસંદ કરીએ છે. આમાંથી એક સંબંધ છે મિત્રતાનો. આ સંબંધ આપણી ખુશીમાં સાથે નાચે છે, તો ગમમાં હાથ પકડે છે. આવી જ મિત્રતાની મિસાલ રજૂ કરી છે ચૌધરી સિરાજ અહમદે, જેમણે ન ફક્ત પોતાના મિત્રને કાંધ આપી પરંતુ મુખાગ્નિ પણ આપી.
હાઈકોર્ટમાંથી રજિસ્ટ્રાર
જાણકારી પ્રમાણે, સંગમ નગરીના જયંતીપુર વિસ્તારમાં હેમ સિંહ એકલા જ રહેતા હતાં. થોડા વર્ષ પહેલા જ તેમની દીકરી અને પત્નીનું મૃત્યું થઈ ગયું હતું. તે હાઈકોર્ટમાં સંયુક્ત રજિસ્ટ્રારના પદ પર તૈનાત હતાં. એક અઠવાડિયા પહેલા જ તે કોરોનાની ઝપેટમાં આવ્યાં હતાં. ત્યારબાદ તેણે ઈટાવામાં રહેતા પોતાના પરમ મિત્ર ચૌધરી સિરાજ અહમદને કોલ કરીને જણાવ્યું કે તે કોરોના વાયરસથી અસરગ્રસ્ત થયા છે. ત્યારબાદ સિરાજએ તેને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યાં.
શુક્રવાર થઈ ગયું મોત
જે બાદ ખાનગી હોસ્પિટલે તેને બે લાખ રૂપિયા જમા કરવા કહ્યું, તેની જાણકારી તેણે પોતાના મિત્ર સિરાજને આપી. પછી સિરાજે તાત્કાલિક તેના અકાઉન્ટમાં બે લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધાં. ગત શુક્રવારે અચાનકથી જ તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને થોડા સમય બાદ તેનું મોત નીપજ્યુ.
400 કિ.મીની અંતરથી પહોચ્યા મિત્ર પાસે
ઈટાવાના રહેવાસી સિરાજને જ્યારે તેના મિત્રની સૂચના મળી તો તે પોતાના જીવની પરવા કર્યા વગર 400 કિલોમીટર સફર કરીને કલાકો પછી પોતાના મિત્ર પાસે પહોચ્યાં હતાં.
સગા-વ્હાલાએ મોં ફેરવ્યું
શનિવારે સવારે અંતિમ સંસ્કાર માટે સિરાજે ઘણાં સંબંધીને ફોન લગાવ્યાં. સિરાજે જણાવ્યું કે તેણે 20 સગાને ફોન કર્યો પરંતુ કોઈ ડરના માર્યા કાંધ દેવા માટે તૈયાર નહતું કે ના જ મુખાગ્નિ આપવા માટે.
પરમ મિત્રએ જ આપી મુખાગ્નિ
ત્યારબાદ સિરાજે જ પોતાની સાચી મિત્રતા નીભાવતા પોતાના મિત્ર હેમ સિંહને કાંધ આપી. એમ્બુલેન્સ અને બે યુવકોની મદદથી સિરાજ પોતાની મિત્રનો મૃતદેહ લઈને ફાફામઉ સ્થિત સ્મશાન ઘાટ પહોચ્યાં અને હેમ સિંહના અંતિમ સંસ્કાર કર્યા હતાં.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)