ખેત જણસની વેંચાણની રાહમા કૃષિ ધિરાણ ભરપાઈ માટે મૂદત વધારો : દિલીપ સંઘાણી

કોરોના જંગ, હરરાજી બંધ હોવાથી ખેત જણસનું વેંચાણ અને જાહેરમા ફરવાથી ઉભરતી બિમારીને કારણે નિર્ધારીત સમય અવધીમા ખેડૂતો પાક ધિરાણ ભરપાઈ કરવા અસમર્થ હોય તેઓને વધુ સમય આપવા ખેડૂત નેતા, પૂર્વ કેબીનેટ મંત્રી અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ દેશના નાણામંત્રી સીતારમણ, કૃષિમંત્રીઓ નરેન્દ્રસિંહ તોમર, પરશોતમભાઈ રૂપાલા ને સમયસરની રજુઆત કરી છે.
સંઘાણીએ જણાવેલ છે કે કે.સી.સી.પાક ધિરાણ ભરપાઈ કરવા બેંકની શાખાઓની મૂલાકાત હાલ જોખમભરી છે ઉપરાંત માર્કેટપાડ બંધ હોવાથી ખેતજણસનું વેંચાણ પણ થયેલ નથી સાથોસાથ સ્વૈચ્છીક લોકડાઉન આમ બધી બાબતોને કારણે આર્થીક સંકડામણને કારણે ખેડૂતો લોન ભરપાઈ કરી શકે તેવા સંજોગો ન હોઈ, સ્થિતી–સંજોગો ધ્યાને લઈને તેઓને લોન ભરપાઈ કરવા વધુ મુદત લાભપાત્ર બનાવવા રજુઆતના અંતમા દિલીપ સંઘાણીએ જણાવેલ છે.