રાજકોટ શહેર S.N.K સ્કૂલમાં ઓક્સિજન સાથે ૫૦ બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ,

રાજકોટ શહેર S.N.K સ્કૂલમાં ઓક્સિજન સાથે ૫૦ બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ,
Spread the love

રાજકોટ ની S.N.K સ્કૂલ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આજથી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. દાખલ થનાર દર્દીને સારવાર માટે એક રૂપિયો ચૂકવવો પડશે નહીં. તેમજ રહેવા, જમવા અને દવા સહિતની તમામ સુવિધા ફ્રીમાં આપવામાં આવશે. ૫૦ બેડની ઓક્સિજન યુક્ત સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં જરૂરિયાત, મંજૂરી અને રીસોર્સ સાથે ૫૦૦ બેડ સુધીની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. T.G.E.S ના ડાયરેક્ટર કિરણ ભાલોડિયા, બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરા, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ રમેશ ટિલાળા, B.A.P.S સંસ્થાના અપૂર્વમુનિ સ્વામી, જ્યોતિ C.N.C ના પરાક્રમસિંહ જાડેજા સહિતના અગ્રણીઓના સહયોગથી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. કોવિડ કેર સેન્ટરની શરૂઆત ૫૦ બેડથી કરવામાં આવી છે. દાખલ થનાર દર્દીને સેન્ટર ખાતે સીધા લાવી નહિ લઇ જઇ શકાય. તે માટે દર્દી અથવા તો તેમના પરિવારજનોએ સેન્ટરના નંબર (6358845684) પર કોલ કરવાનો રહેશે. એડમિશન માટેની ફોન લાઈન રોજ સવારે સવારે ૮ વાગ્યે શરૂ થશે. સેન્ટરમાં ફોન પર હાજર વ્યક્તિ જેટલા બેડની કેપિસિટી જે તે દિવસની હશે તેટલા જ કોલ એટેન્ડ કરશે. જો આપ ફોન કરો ત્યારે રેકોર્ડિંગ સાંભળવા મળે તો દર્દી અથવા તેમના પરિજનોએ માનવું કે બેડ ફૂલ થઇ ચૂક્યા છે. જે માટે તેઓ ફરી બીજા દિવસે સવારે ૮ વાગ્યે એડમિશન ફોન લાઈન શરૂ થાય ત્યારે પ્રયત્ન કરવાનો રહેશે. અહીં કોઈ પણ જાતનું વેઇટિંગ લીસ્ટ રાખવામાં આવશે નહિ. રોજ તમામ લોકોને સારવાર કરાવવા માટે ચાન્સ આપવામાં આવશે. સેન્ટર દ્વારા એડમિશન પ્રક્રિયામાં પારદર્શિતા રાખવામાં આવશે. (૧) પેશન્ટ/પેશન્ટના સગાઓએ એડમિશનની જાણકારી મેળવવા માટે કોલ સેન્ટર નં.(6358845684) પર કોલ કરવો. (૨) કોલ સેન્ટર ટીમના મેમ્બર પેશન્ટનો આધાર કાર્ડ નંબર, R.T.P.C.R અથવા એન્ટીજન કોવિડ પોઝિટિવ રિપોર્ટ અને H.R.C.T વોટ્સેપ દ્વારા માંગશે. (૩) કોલ સેન્ટર ટીમના મેમ્બર કોલરને O.P.D આઈડી અને એપોઇન્ટમેન્ટનો સમય વોટ્સેપ દ્વારા જણાવા માટે એક કલાકની રાહ જોવાનું જણાવશે. (૪) એકવાર તેને O.P.D આઈડી અને એપોઇન્ટમેન્ટ ટાઈમ વોટ્સએપ દ્વારા મળી ગયા પછી પેશન્ટ રોલેક્સ S.N.K કોવિડ સેન્ટરમાં વધુમાં વધુ ૨ વ્યક્તિઓ સાથે આવશે. (૫) O.P.D માટે રોલેક્સ S.N.K કોવિડ સેન્ટરમાં આવતા દર્દીએ તેઓને વોટ્સએપ મેસેજથી જણાવેલ તમામ ફરજિયાત ડોક્યુમેન્ટ આધારકાર્ડ, R.T.P.C.R અથવા એન્ટીજન કોવિડ પોઝિટિવ રિપોર્ટ્સ સાથે લાવાના રહશે. તેની ખાતરી કરવા માટે, દર્દીને O.P.D આઈ.ડી આધારકાર્ડ, R.T.P.C.R અથવા એન્ટીજન કોવિડ પોઝિટિવ અને H.R.C.T રિપોર્ટ્સ વિના સેન્ટરમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં. (૬) સેન્ટરના ડોક્ટર નક્કી કરશે કે દર્દીને સેન્ટરમાં દાખલ કરવા કે નહીં અને તેઓનો નિર્ણય અંતિમ રહશે. T.G.E.S ના ડાયરેકટર કિરણ ભાલોડિયાએ જણાવ્યું છે કે, હાલના તબ્બકે ૫૦ બેડથી શરૂઆત કરવામાં આવી છે. આગામી દિવસોમાં રિસોર્સ, મંજૂરી અને જરૂરિયાતને ધ્યાનમાં રાખતા ૫૦૦ બેડ સુધીની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સેન્ટરનું તમામ સારવાર અને મેડિકલને લગતી બાબતો માટે H.C.G ગ્રુપ સાથે ટાયઅપ કરવામાં આવ્યું છે. દાખલ થનાર દર્દીને રહેવા, જમવા તેમજ દવા બાબતે એક પણ રૂપિયો તેમને અથવા તો તેમના પરિવારજનોએ ચૂકવવાનો રહેશે નહિ.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!