રાજકોટ શહેર સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ફાયર સેફ્ટી અંગેની ચકાસણી કરતા મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ.

રાજકોટ માં ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે આવેલ સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા જનરલ દર્દીઓની અને કોવીડ-૧૯ ના દર્દીઓની સારવાર કરવામાં આવે છે. તા.૩-૫-૨૦૨૧ ના રોજ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે સ્ટર્લિંગ હોસ્પિટલની વિઝિટ કરી હતી. જ્યાં કુલ-૨૦૮ બેડની હોસ્પિટલ છે. જેમાંથી ૯૮ બેડમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવે છે. તેમજ બાકીના બેડમાં જનરલ દર્દીઓની સારવાર કરવામાં આવે છે. આ મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રીએ I.C.U. હોસ્પિટલ મેનેજમેન્ટ, ઇમરજન્સીમાં બહારનો રસ્તો, ફાયર સેફ્ટી વિગેરેની ચકાસણી કરી હતી.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.