હળવદના સ્વામિનારાયણ મંદિર દ્વારા કોવિડ સેન્ટરમા કોરોના દર્દીઓને ફુટ વિતરણ

હળવદમાં આવેલ પાટીદાર કોવિડ સેન્ટર અન્ય કોવિડ સેન્ટર તેમજ સરકારી હોસ્પિટલ આદિક કોવિડ સેન્ટર ના કોરોનાગ્રસ્ત દર્દીનારાયણ ને રૂબરૂ મળી હૂંફ, પ્રેમ , લાગણી અને હિંમત પ્રદાન કરી તેમનું સ્વાસ્થ્ય જલ્દી નિરોગી બની રહે તેવી પરમાત્માને પ્રાર્થના કરી ભગવાનની કૃપા પ્રસન્નતાના પ્રતિકસમાન સંતરા,પાઈનેપલ, લીલા નાળિયેર, સફરજન, ચીકુ, સાંકરટેટી આદિક ફ્રુટ તેમજ બિસ્કિટ આદિક કીટનું દર્દીઓને વિતરણ કરવામાં આવ્યું હતુ અને તમામ કોરોના દદીઓ કોરોના મુક્ત થઈ ને સાજા થઈ જાય તેવી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી હતી.
સમગ્ર વિશ્વમાં કોરોના હાહાકાર મચાવ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં પણ હળવદ તાલુકાના કોરોનાના કેસ દિવસે દિવસે વધતા જાય છે. કોરોનાના કારણે મૃત્યુ થવાના બનાવો વધતાં જાય છે ત્યારે કોરોના દરદી ઓને રાત દિવસ જોયા વગર ડોકટરો અને નસિગ સ્ટાફ તેમજ વિવિધ સંસ્થાઓઓ દ્રારા કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. હળવદનાં જુના ટાવરવાળા સ્વામિનારાયણ મંદિરના સ્વામી ભક્તિનંદનદાસજી અને હરિભક્તો દ્વારા કોરોના વોરિયર્સ ડોક્ટરો, નર્સો, સ્ટાફમિત્રો અને સેવાભાવી યુવાનોનું સાલ ઓઢાડી તેમજ પ્રતિમા, પ્રસાદ અર્પણ કરી સન્માનિત કયો હતા.
કોરોના દદીઓ ફુટ વિતરણ કર્યું હતું અને દદીઓ કોરોના મુક્ત થય જાય તેવી સ્વામિનારાયણ ભગવાન ને પ્રાર્થના કરી હતી ટાવરવાળા શ્રી સ્વામિનારાયણ મંદિરના પ.પુ.શા. ભક્તિનંદનદાસજી સ્વામી તેમજ શ્રી સહજાનંદી યુવાનો તથા હરિભક્તો..આ પ્રસંગે પાટીદાર કોવિડ સેન્ટરમાં જશુભાઈ પટેલ તેમજ સરકારી હોસ્પિટલમાં ડો કૌશાલભાઈ પટેલ ડો.બી.ટી.માલમપરા.ધમેન્દ્રસિંહ ઝાલા. અને અન્ય આગેવાનો તેમજ અનેક રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રમેશ ઠાકોર (હળવદ)