યાત્રાધામ ચાણોદમાં અસ્થિ વિસર્જન કરવા ધસારો પરિસ્થિતિ બેકાબુ હોવાના સંકેત

હાલ ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાણોદથી અસ્થિ વિસર્જન કરવા આવનારા લોકોના ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે.જે જોતા લાગી રહ્યું છે કે પરિસ્થિતિ બેકાબુ છે અને કોરોના એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી તેની ચરમસીમા એ પહોંચ્યું છે. જે સંખ્યામાં લોકો અસ્થિ વિસર્જન કરવા આવી રહ્યા છે જોતા લાગે છે કે પ્રસાશન અને સરકાર મોતના આંકડા છુપાવી રહ્યું છે. સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલો કોરોનામાં થયેલ મૃત્યુનો આંક ખોટા આપી રહ્યો છે. અને આ મહામારીમાં સરકારની નાકામી છુપાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. યાત્રાધામ ચાણોદ ખાતે સમગ્ર દેશ માંથી લોકો અસ્થિ વિસર્જન માટે આવતા હોય છે.
છેલ્લા થોડા દિવસોથી અસ્થિ વિસર્જન કરવા આવનાર લોકોનો ધસારો જોતા સ્થાનિક લોકો પણ અચંબામાં પડી ગયા હતા અને આટલી સંખ્યા માં લોકો અસ્થિ વિસર્જન માટે એક સાથે આવી રહ્યા છે ના દ્રશ્યો પહેલા ક્યારેય જોયા નથી નું કહી રહ્યા છે. આ મહામારી પોતાની ચરમસીમા પર છે માટે તમામ જનતા,પ્રજા ને જાણવવાનું કે પોતે જ પોતાના પરિવારનું ધ્યાન રાખે ,કામ સિવાય બહાર નીકળવા નું ટાળે, બાળકો અને વૃદ્ધો ને ઘરમાં જ રાખે, સરકાર આ તમામ મુદ્દે નિષ્ફળ છે સરકારના ભરોસે ના રહી જાતે જ પરિવારનું ધ્યાન રાખે અને આ પરિસ્થિતિથી લડવા મક્કમ રહે.