હળવદમા જીવન જ્યોત જનરલ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ

હળવદના દરબાર નાકે આવેલી જીવન જ્યોત જનરલ હોસ્પિટલમાં ઓક્સિજન અને એસીવાળી એમ્બ્યુલન્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે હવે ઓક્સિજનવાળી એમ્બ્યુલન્સ લાભદાયી નિવડશે ત્યારે ધારાસભ્ય અને પુર્વ કચ્છ જિલ્લા ભાજપ પ્રભારીના હસ્તે સેવામાં એલ.એસ.ગોહિલ મેમોરિયલ ફાઉન્ડેશન રાજકોટના સૌજન્યથી એમ્બ્યુલન્સનો પ્રારંભ કરવામા આવ્યો હતો.
રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાનમ સંચાલિત જીવન જ્યોત જનરલ હોસ્પિટલમા દ્વારા હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના દદીઓ ઓકિસજન અભાવે મૃત્યુ થવાના બનાવો બને છે ત્યારે ઓક્સિજન અને એ.સીની સુવિધા વાળી એમ્બ્યુલન્સ સેવાનો રવિવારથી શહેરના દરબાર નાકે આવેલી હોસ્પિટલમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં એલ. એસ. ગોહિલ મેમોરિયલ ફાઉન્ડેશન રાજકોટના (ગટોરભાઈ ગોહિલ માનસર) સૌજન્યથી હળવદમા ઑક્સિજન અને એ.સી. સુવિધાવાળી એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જેથી કરીને હળવદના જરૂરિયાતમંદ દર્દીઓ માટે વધુ એક સારી ઓક્સિજન સાથે એમ્બ્યુલન્સનો આજથી સેવાનો પ્રારંભ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા અને બિપીનભાઈ દવેના વરદ હસ્તે સેવામા ખુલ્લી મુકવામાં આવી હતી. આ અંગે રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠિનમના એમ. ડી. ધનશ્યામભાઈ દવે જણાવ્યું હતું કે હળવદ તાલુકાના જરૂરિયાતમંદ દદીઓ હાલ કોરોના મહામારી ચાલી રહી છે તેવા દદીઓ ઓક્સિજનની જરૂર પડે અને સમયસર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અમદાવાદ જેવા શહેરોની હોસ્પિટલમાં દર્દીઓ પહોંચી શકે તે માટે રાહત દરે દર્દીઓને એમ્બ્યુલન્સ સેવા માટે મુખ્ય વ્યવસ્થાપક ધર્મેન્દ્રભાઈ દવે અને રમણીકભાઇ રાબડીયાનો મો. 98254 92051 સંપર્ક કરવો તેમ જણાવ્યું હતું.
રમેશ ઠાકોર (હળવદ)