રાજુલા શહેરમાં ઠેર-ઠેર ગંદકીના ગંજ

- એક તરફ કોરોનાની મહામારી તો સફાઈ કરવામાં નગરપાલિકા તંત્ર સંપૂર્ણ નિષ્ફળ
- દર મહિને લાખો રૂપિયાના સફાઈ ચૂકવાય છે તેમ છતાં પરિસ્થિતિ ત્યાં ને ત્યાં
હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આ વાયરસની બીમારી છે તેવા સમયે રાજુલા શહેરમાં ઠેર-ઠેર ગંદકીના ગંજ ખડકાતા રહેવાસીઓમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે નગરપાલિકા તંત્ર પાલિકા પ્રમુખની ઘર બેદરકારીથી આ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે ઘરેથી પગલાં ભરે તે જરૂરી છે. રાજુલાની વિવિધ સોસાયટી જેવી કે જવાહર રોડ જાફરાબાદ રોડ ગોકુલ નગર શ્રીજી નગર સોસાયટી ધર્મરાજ સોસાયટી સવિતા નગર ભેરાઈ રોડ બ્રાહ્મણ સોસાયટી કાનજીબાપા નગર સહિતની સોસાયટીઓમાં નિયમિત સફાઈ નહીં થતાં હાલમાં ચારેય તરફ ગંદકીના ગંજ ખડકાયા છે અને રસ્તા વચ્ચે આ ગંદકી પશુઓ ખાતા નજરે પડે છે પરિણામે રાહદારીઓને પણ ચાલવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
અત્રે નોંધનીય બાબત છે કે રાજુલા નગરપાલિકા દ્વારા સફાઈનો પ્રાઇવેટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેને દર મહિને લાખો રૂપિયા ચૂકવવામાં આવે છે પરંતુ તેમ છતાં સફાઈના નામે મીંડું હોય ત્યારે આ બાબતે ઉચ્ચ સ્તરેથી પગલાં ભરવામાં આવે અને રાજુલા શહેરમાં કોરોનાની મહામારી માં નિયમિત સફાઈ કાર્ય કરવામાં આવે તેવી પ્રજાજનોમાં માગણી ઉઠવા પામી છે હાલમાં કોરોનાની મહામારી ફોટોસેશન કરવામાં વ્યસ્ત બનેલા નેતાઓ પાલિકાના સત્તાધીશો આ કરવાને બદલે પ્રજાના હિતમાં સફાઈનું કામ હાથમાં લે તે જરૂરી બન્યું છે.