સુરતમાં 13 વર્ષીય મ્યુઝિશિયન સાથે કોરોનાનાં દર્દીઓ ઝૂમી ઊઠ્યાં

સુરતનાં યોગી ચોક ખાતે આવેલ આઈસોલેશન સેન્ટરમાં ૧૩ વર્ષીય મ્યુઝિશિયને પીપીઈ કીટ પહેરી દર્દીઓને મ્યુઝિક થેરાપી થકી માનસિક તનાવ દૂર કરી દર્દીઓમાં જોશ વધાર્યો હતો. શહેરમાં અનેક આઈસોલેશન સેન્ટરોમાં હાલ કોરોનાનાં દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે આ દર્દીઓ માનસિક તણાવમાંથી મુક્ત થાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે અડાજણ માં રહેતાં ૧૩ વર્ષીય ભવ્ય પટેલે પીપીઈ કીટ પહેરીને દર્દીઓને મ્યુઝિક થેરાપી આપી હતી તેને તબલા અને બેન સાથે અહીં ભજન અને ગીતો પર દર્દીઓને જુમાવ્યાં હતાં તેનો ઉત્સાહ જોઈ દર્દીઓ પણ ખુશ થઈ ગયાં હતાં અહીં દર્દીઓ તેઓનું દદૅ ભૂલી ગરબે પણ ગુમિયાં હતાં.
રીપોટ : ક્રિશાંગ ગાંજાવાલા (સુરત)