ડભોઇના જયેશ દેસાઈની પ્રદેશ યુવા કોંગ્રેસ કમિટીમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણુંક

ડભોઇના જયેશ દેસાઈની પ્રદેશ યુવા કોંગ્રેસ કમિટીમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણુંક
Spread the love

ડભોઇ તાલુકા ના વેગા ગામ ખાતે રહેતા જયેશભાઈ નારણભાઇ દેસાઈ ની ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. જયેશભાઈ દેસાઈ વર્ષોથી કોંગ્રેસ પાર્ટીના પાયાના કાર્યકર છે ઉપરાંત ડભોઇ તાલુકાના યુવા કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. આજરોજ તેઓની ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રદેશ વાઈસ પ્રેસિડેન્ટ તરીકે નિમણુંક થતા મિત્રો તથા કાર્યકરો તરફ થી તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ સાથે જ તેઓની નિમણુંક થતા જયેશભાઈએ ઇન્દ્રવીજયસિંહ ગોહિલ (બાપુ), ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી તેમજ પૂર્વ યુવાકોંગ્રેસ પ્રમુખ ગુજરાત પ્રદેશ તથા ગુલાબસિંહ રાજપૂત યુવા કોંગ્રેસ પ્રમુખ ગુજરાત પ્રદેશ, ધારાસભ્ય થરાદનો આભાર વ્યક્ત કર્યો હતો.

આગામી દિવસો માં પક્ષ દ્વારા આપેલ તમામ જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.જયેશભાઇ દેસાઈની પ્રદેશ યુવા કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણુંક થતા ડભોઇ તાલુકા તેમજ શહેરના સાથી મિત્રો સુધીર બારોટ સાઠોદ સરપંચ, દીક્ષિતભાઈ પટેલ ડિરેક્ટર બરોડા ડેરી, ચિરાગભાઈ પટેલ, ભરતભાઈ પટેલ તાલુકા પંચાયત સભ્ય, કમલેશભાઈ પરમાર, કેયુરભાઈ ઠાકોર યુવા કોંગ્રેસ પ્રમુખ ડભોઇ, ભુપેન્દ્રભાઈ પટેલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ, રાકેશભાઈ અંબાલિયા, તેમજ ડો જીમીત ઠાકર ડભોઇ શહેર કોંગ્રેસ પ્રમુખ તરફથી શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યા હતા.

IMG-20210509-WA0004.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!