સ્વ. ખેમરાજદાન ગઢવીના બેસણા નિમિતે પક્ષીઓ માટે પાણી પીવા અને ચણ ચણવાના કુંડા વિતરણ કર્યા

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ટોકરા ગામના રહીશ અને વડાલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રોટરી એડવોકેટ અને જેતપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ તેમજ જેતપુર સેવા સહકારી મંડળીના વા.ચેરમેન સ્વ. ખેમરાજ દાન ગઢવીનું તારીખ: 03/05/2021 ને સોમવાર ના રોજ જેવોનું દુખદ અવસાન થયું હતું જેવો નું બેસણું તેમના નિવાસ સ્થાને આજે રાખવામા આવેલું બેસણા દરમિયાન તેમના સૂપૂત્રો ચેતન દાન ગઢવી અને રોહિત દાન ગઢવી દ્વારા પિતાશ્રીના બેસણા પ્રસંગે સેવા નું કાર્ય કર્યુ હતું પક્ષીઓમાટે પાણી પીવા અને ચણ ચણવા માટેના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ: કિરણ ખાંટ (વડાલી)