નિકાસકારો હવે 30 નવેમ્બર સુધી નોંધણી કરાવી શકશે : પ્રમોશન કાઉન્સિલ

નિકાસકારોએ નિકાસ માટેના લાભ લેવા એકસ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે. પરંતુ કોરોના મહામારીમાં આ રજિસ્ટ્રેશન ન કરાવી શકતા સરકારમાં રજૂઆત કરાઇ હતી. જેને ધ્યાને લઇને રજિસ્ટ્રેશનની મુદત 30 નવેમ્બર સુધી લંબાવી છે.
ઘણાં નિકાસકારો 2021-22 માટે કોવિડ મહામારીને કારણે રજિસ્ટ્રેશન કરાવી શક્યા ન હતા.જેને લઇને બધાં નિકાસકારોને નિકાસના રિફંડના અને ડ્રોબેકના ઇન્સેન્ટિવ ગુમાવવાની નોબત આવી છે. એકસ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા જૂના રજિસ્ટ્રેશનને 30 નવેમ્બર 2021 સુધી ઓટો રિન્યુઅલ કરી દેવાયું છે.
જે મુજબ નિકાસકાર 30 સપ્ટેમ્બર 2021 સુધી ઓનલાઇન રિન્યુઅલ માટે ફી ભરી જરૂરી દસ્તાવેજ આપી 1 એપ્રિલ 2021થી પોતાના રજિસ્ટ્રેશન રિન્યુઅલ કરાવી શકશે અને મળવાપાત્ર થતા નિકાસના લાભ મેળવી શકશે. આમ આ મહામારીમાં નિકાસકારોને આ રજિસ્ટ્રેશનમાંથી મોટી રાહત અપાઇ છે.