લગ્ન અને ધાર્મિક કાર્યક્રમો 15 દિવસ માટે પ્રતિબંધિત કરવામાં આવે

ગુજરાત હાઇકોર્ટમાં ભરૂચ હોસ્પિટલમાં લાગેલી આગ અને ફાયર સેફ્ટી તેમજ લગ્ન તેમજ ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવા પરની સુનાવણી થઈ હતી. કાર્ટે ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આગ મામલે 25 મે સુધી પોતાનો જવાબ રજૂ કરવા માટે કહ્યું હતું. એની સાથે ભરૂચ નગરપાલિકાને પક્ષકાર તરીકે જોડવામાં આવે એવું તેણે કહ્યું હતું. આ લાપરવાહીમાં જવાબદારી નક્કી કરવી જ પડે.
કોર્ટે આ મામલે ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, હોસ્પિટલ ટ્રસ્ટ અને ફાયર NOC માટેના નોડલ ઓફિસરને નોટિસ મોકલી છે અને પોતાનો પક્ષ રજૂ કરવા માટે કહેવા આવ્યું છે. હવે હાઇકોર્ટની સુઓમોટો અંગેની સુનાવણી 17મી મેએ હાથ ધરવામાં આવશે. નામદાર કોર્ટમાં મોટા ભાગના વકીલોએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે સરકારને સુનાવણીની આગલી રાતે સોગંદનામું રજૂ કરાતાં અભ્યાસ કરવાનો સમય ઓછો મળે છે, તેથી આજની સુનાવણી સમાપ્ત કરાઈ. હવેથી નામદાર કોર્ટમાં સરકાર 24 કલાક પહેલાં સોગંદનામું રજૂ કરે એવી અપીલ કરાઈ.