મિનિ લોકડાઉન 18 મે સુધી લંબાવાયું

કોરોના સંક્રમણને પગલે રાજ્ય સરકારે ગાંધીનગર સહિતના શહેરોમાં રાત્રી કર્ફ્યૂ સહિતનું મિનિ લોકડાઉન 18 મે સુધી લંબાવ્યું છે. જેમાં અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદી, મેડિકલ સ્ટોર, દૂધ પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો જ ચાલુ રહેશે. જ્યારે મોલ, શોપિંગ કોમ્પ્લેક્સ, સિનેમા હોલ, ઓડિટોરિયમ, જિમ, સ્વિમિંગ પૂલ, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટીપાર્લર બંધ જ રહેશે. આ સાથે કચેરીઓમાં 50 ટકા સ્ટાફ અને ધાર્મિક સ્થળો પર નાગરિકો માટે બંધ રહેશે. આ તરફ ગાંધીનગર કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણને પગલે જનસેવા કેન્દ્રમાં જન્મ-મરણ, લગ્ન નોંધણી સિવાયની અન્ય કામગીરી હાલ બંધ છે. જનસેવા કેન્દ્રમાં જન્મ-મરણ, લગ્ન નોંધણી તથા મુખ્યમંત્રી અમૃતમ યોજના અન્વયેની કામગીરી ચાલુ છે તે સિવાયની અન્ય કામગીરી અને આધાર નોંધણી બંધ છે.