મોરબી જીલ્લામાં બપોર સુધી અવિરત વરસાદ, હળવદમાં ગાય-વાછરડાના મોત

મોરબી જીલ્લામાં બપોર સુધી અવિરત વરસાદ, હળવદમાં ગાય-વાછરડાના મોત
Spread the love
  • અનેક સ્થળે હોડીંગ્સ પડતા પાલિકા ટીમે હટાવવાની કામગીરી કરી

તાઉતે વાવાઝોડાણી અસરને પગલે મોરબી જીલ્લામાં રાત્રીથી વરસાદ જોવા મળી રહ્યો છે અને આખી રાત ઉપરાંત સવારથી વરસાદ વરસ્યો હોય બપોર સુધીમાં મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં પોણો ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો.

  • હળવદના સુંદરગઢ ગામે ગાય-વાછરડાના મોત

હળવદ પંથકમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે હળવદના સુંદરગઢ ગામમાં વીજ કરંટ લાગતા એક ગાય અને વાછરડાના મોત થયાની માહિતી જીલ્લા કંટ્રોલરૂમમાંથી પ્રાપ્ત થઇ છે.

  • મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે હોડીંગ્સ ધડામ

મોરબીમાં વાવાઝોડાની અસરને પગલે રાત્રીના નવા બસ સ્ટેન્ડ પાસે લગાવેલ મસમોટા હોડીંગ્સ ધડામ થયા હતા અનેક મોટા હોડીંગ્સ પડી ગયા હતા જે સવારથી હટાવવાની કામગીરી પાલિકા તંત્રએ શરુ કરી હતી જોકે સદનસીબે કોઈ જાનહાનીના અહેવાલો મળ્યા નથી.

  • વરસાદની માહિતી

મોરબી જીલ્લામાં સવારે ૮ થી બપોરે ૧૨ સુધીના વરસાદના આંકડા જોઈએ તો હળવદ તાલુકામાં 18 મીમી, ટંકારામાં 17 મીમી, મોરબી તાલુકામાં 08 મીમી, માળિયા તાલુકામાં 02 મીમી, વાંકાનેરમાં 06 મીમી વરસાદ નોંધાયો છે.

રીપોર્ટ : જનક રાજા (મોરબી)

12-30-41-MORBI-VARSAD-HODINGS2-0.jpg 12-30-51-MORBI-VARSAD-HODINGS1-1.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!