મોરબીના નટરાજ ફાટકે અને નવા બસ સ્ટેશન પાસે હોર્ડિંગ બોર્ડ તૂટી પડ્યા
મોરબી પંથકમાં બે હજારથી વધુ સિરામિક, પેપરમિલ, સનમાઇકા, પોલી પ્લાસ્ટીક સહિતના કારખાનાઓ આવેલા હોય મોરબી આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને સીટી વિસ્તારમાં ભારે મોટાં હોર્ડિંગ બોર્ડ તે અંગેની જાહેરાતો તેમજ અન્ય જાહેરાતોના લગાવ્યાયેલ છે. દરમ્યાનમાં તોકતે વાવાઝોડાની અસરને લીધે વધુ પવન ફુંકાતા ગઈકાલે સાંજે તેમજ રાત દરમિયાનમાં શહેરના સામાકાંઠે આવેલ નટરાજ ફાટક લગાવેલ હોર્ડિંગ બોર્ડ તેમજ મોરબીના શનાળા રોડ નવા બસ સ્ટેશનની અંદર લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ બોર્ડ તૂટીને નિચે પડયા હતા જોકે સદભાગ્યે કોઇ જાનહાની કે ઇજા થયેલ નથી જેથી તંત્રએ હાશકારો લીધો છે. જોકે સલામતીના ભાગરૂપે વધુ જોખમરૂપ જગ્યાઓ ઉપર લગાવાયેલા હોર્ડીંગ બોર્ડ પણ તંત્ર દ્વારા ઉતારી લેવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.તેમજ મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હોવાના સમાચારો સાંપળી રહ્યા છે.
રીપોર્ટ : જનક રાજા (મોરબી)