અંબાજી થી છાપરી રોડના કામોમાં ગેરરીતિ ની ફરિયાદો ઉઠી

અંબાજી થી છાપરી રોડના કામોમાં ગેરરીતિ ની ફરિયાદો ઉઠી
Spread the love

શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું ધામ છે, અંબાજી મંદિર અને અંબાજી ધામ નો વિકાસ કરવા રાજ્ય સરકાર દ્વારા ખૂબ ખૂબ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે ત્યારે આવનારા દિવસોમાં અંબાજી ગુજરાત અને દેશનું પર્યટક સ્થળ જોવા મળશે, હાલમાં અંબાજી તરફ આવતાં તમામ માર્ગો રાજ્ય સરકાર દ્વારા ફોર લેન કરવામાં આવી રહ્યાં છે અને આ કારણે અંબાજી તરફ આવતા ઘણા કલાક બચી જશે અને લોકોને ઝડપી સફર આવા માર્ગો પર અનુભવવા મળશે પણ આ બધાની વચ્ચે અમુક ભ્રસ્ટાચારી અઘિકારીઓ ને લીધે હજી પણ કૌભાંડો થઈ રહ્યાં છે.
વાત કરવામાં આવે તો અંબાજી થી ગુજરાત છાપરી બોર્ડર સુધી તાજેતર માં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગ પર ડામર પાથરી રોડ સાઇડ ની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ નવાઈની વાત એ છે કે જે કોન્ટ્રાકટર ને કામ આપવામાં આવ્યું છે તે કોન્ટ્રાકટર જે નિયમો અને શરતો મુજબ કામગીરી કરતા નથી અને ભારે ધુપ્પલ બાજી ચલાવી રહ્યા હોવાની ચર્ચા અંબાજી પંથક માં ચાલી રહી છે, આ કારણે અવાર નવાર આ માર્ગ પર રોડ તૂટી જવાની પાછળ હલકી કક્ષા નું મટીરીયલ હોવાની વિગતો સાંપડી છે, અંબાજી ની ધર્મપ્રેમી જનતા ની માંગ છે કે આ રોડ ની વીજીલન્સ તપાસ હાથ ધરવામાં આવે અને જવાબદાર અઘિકારીઓ સાથે કસુરવાર એજન્સી નુ પેમેન્ટ રોકી તેને બ્લેક લીસ્ટ કરવામાં આવે તેવી માંગ હાલ પ્રબળ બની છે.

@@ એજન્સી દ્વારા હલકી ગુણવત્તાના કામની વ્યાપક ફરિયાદો! @@

અંબાજી પંથક માં ચાલતી ચર્ચા મુજબ આ છાપરી બોર્ડર સુધી ચાલી રહેલા કામમા ભારે ધુપ્પલબાજી ચાલી રહી છે અને જવાબદાર કેટલાક અઘિકારીઓ સાથે ભ્રષ્ટ કોન્ટ્રાકટર દ્વારા રોડ મા 2 ઈંચ જેટલું ઓછું કામ કરવામાં આવ્યું છે જેની સરકાર દ્વારા વીજીલન્સ તપાસ કરવાની માંગ ઉઠી છે.

@@ રોડના સેમ્પલની કલેકટરશ્રી તપાસ કરે @@

અંબાજી થી છાપરી બોર્ડર સુધી અવારનવાર રોડ તૂટી જવાની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે હવે તાજેતરમાં ફરીથી આ માર્ગ ને લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અહીં ટેન્ટર ની શરતો કરતા 2 ઇંચ ઓછું કામ કરવામાં આવ્યું છે અને આ બાબતે જીલ્લા કલેકટરશ્રી અંબાજી આવી આ રોડ ની તપાસ કરી જવાબદાર લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે, જો આ બાબતે યોગ્ય ઉકેલ નહિ આવે તો હાઇકોર્ટ મા જાહેરહિત ની રિટ કરવાના પ્રયાસો જૉવા મળી રહ્યા છે.

IMG-20210521-WA0071-1.jpg IMG-20210521-WA0072-0.jpg

Amit Patel

Amit Patel

Right Click Disabled!