ડભોઇ તાલુકા તેમજ શહેર ના કોંગ્રેસ અગેવાનો દ્વારા સ્વ રાજીવગાંધી ની પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ

ડભોઇ તાલુકા તેમજ શહેર ના કોંગ્રેસ અગેવાનો દ્વારા સ્વ રાજીવગાંધી ની પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ
Spread the love

ડભોઇ તાલુકા તેમજ શહેર ના કોંગ્રેસ અગેવાનો દ્વારા સ્વ રાજીવગાંધી ની પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ

આજરોજ ભારત ના પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધી ની પુણ્યતિથિ નિમિતે ડભોઇ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ તરફ થી ખેતીવાડી બજાર સમિતિ ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય પર તેઓની તસ્વીર ને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આ સાથે જ આજરોજ ડભોઇ સ્વ રાજીવગાંધી જી ની પુણ્ય તિથિ ના અવસરે કોંગ્રેસ કાર્યકરો દ્વારા ગરીબ બાળકો ને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું.21 મેં 1991 ના રોજ રાજીવ ગાંધી નું બૉમ્બ વિસ્ફોટ માં મૃત્યુ થયું હતું.ઉલ્લેખનિય છે કે 1984 થી1989 સુધી રાજીવ ગાંધી ભારત ના વડાપ્રધાન રહ્યા હતા.સ્વ ઇન્દિરા ગાંધી ની હત્યા બાદ રાજીવગાંધી એ દેશ ની કમાન સાંભળી હતી.ભારત માં કોમ્પ્યુટર ક્રાંતિ લાવવા માં સ્વ રાજીવ ગાંધી નો સિંહ ફાળો છે.તેમજ પંચાયતી રાજ ને મજબૂત કરવા માં પણ સ્વ,રાજીવ ગાંધી નો મહત્વ નો ફાળો રહ્યો છે.આજરોજ તેઓની પુણ્ય તિથિ નિમિતે ડભોઇ કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ આપવા કોંગ્રેસના ડભોઇ તાલુકા પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ,ડભોઇ શહેર પ્રમુખ ડો.જીમીત ઠાકર સાઠોદ ગામ ના સરપંચ સુધીરભાઈ બારોટ,કોંગ્રેસ અગ્રણી સતિષભાઈ રાવલ,સિદ્દીકભાઈ વાણીયાવાલા,અફજલભાઈ કાબાવાલા,ડભોઇ મહિલા મોરચા ના પ્રમુખ પુષ્પા બેન રાવલ ઉપસ્થિત રહી સ્વ રાજીવ ગાંધી ની તસવીર ને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ આપી હતી

IMG-20210521-WA0010.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!