સુરતમાં કોરોના માં પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓ પાસે ભણે ત્યાં સુધી નહીં લેવામાં આવે ફી

સુરતમાં કોરોના માં પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓ પાસે ભણે ત્યાં સુધી નહીં લેવામાં આવે ફી
Spread the love

કોરોનાને કારણે માર્ચ 2020થી શાળાઓ બંધ થઈ છે. કોરોના (Corona Virus)ની બીજી લહેરમાં શાળાઓનું શૈક્ષણિક સત્ર હજી શરૂ થઈ શક્યું નથી. તેવામાં હજી પણ કેટલીક સ્કૂલોએ ગયા વર્ષે બંધ રહેલી શાળાઓમાં અભ્યાસની ફી તો લીધી જ છે અને આ વર્ષે પણ ફી એડવાન્સ લેવામાં આવી રહી છે.ત્યારે સુરતની એક શાળા એવી છે જે આ મહામારી દરમ્યાન વિદ્યાર્થીઓ અને વાલીઓની વ્હારે આવી છે. આ મહામારીમાં જે વિદ્યાર્થીએ પોતાના પિતાની છત્રછાયા કોરોનાને કારણે ગુમાવી હોય તેવા વિદ્યાર્થીઓને તે જ્યાં સુધી શાળામાં ભણે ત્યાં સુધી ફી ન લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.અડાજણ વિસ્તારમાં આવેલી વિદ્યાકુંજ અને વિદ્યાદીપ સ્કૂલના ટ્રસ્ટી મહેશ પટેલ અને મુકુંદ પટેલે જણાવ્યું છે કે કોરોનામાં પિતાની છત ગુમાવનાર બાળકની તે અંગ્રેજી કે હિન્દી માધ્યમની સ્કૂલમાં જ્યાં સુધી અભ્યાસ કરશે, ત્યાં સુધી શિક્ષણ ફી લેવામાં નહીં આવે.છેલ્લા બે વર્ષથી જે મા બાપના ઘરે માત્ર બે દીકરી છે તો બીજી દીકરીને ફીમાં 50 ટકા રાહતનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. બાળકોની શૈક્ષણિક કારકિર્દીના દીપકને સળગતો રાખવા અને પ્રકાશિત કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, એક બાજુ શાળાઓ ફીની ઉઘરાણી કરી છે . આ સાથે શાળા સંચાલકોએ વાલીઓને ફી બાબતે હેરાન પણ કરી રહ્યા છે તો ઘણી શાળાઓએ ફી ના ભરનાર વાલીઓના બાળકોને પરીક્ષા પણ આપવામાં દેવામાં આવી ના હતી. ત્યારે આ શાળા અન્ય શાળાઓ માટે ઉદાહરણ રૂપ બની છે. જો શાળા સંચાલકો કોરોનાની મહામારીમાં થોડી પણ માનવતા રાખે તો ઘણા વિદ્યાર્થીઓ શિક્ષણવિહોણા રહેતા બચી શકે છે.

 

 

 

રિપોર્ટ : ક્રિશાંગ ગાંજાવાલા
સુરત

IMG_20210521_190546-0.jpg IMG_20210521_190531-1.jpg

Admin

Sunil Ganjawala

9909969099
Right Click Disabled!