ટાટા પાવર સોલાર ધોલેરા દ્વારા પાંચ લિટર ના પાંચ ઓક્સીજેન કોન્સંનટ્રેટર ફાળવવામાં આવ્યા

ધોલેરા ખાતેગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબની માંગણીને માન આપીને ટાટા પાવર સોલાર ધોલેરા દ્વારા પાંચ લિટર ના પાંચ ઓક્સીજેન કોન્સંનટ્રેટર ફાળવવામાં આવેલ છે. જેને તાલુકા હેલ્થ કચેરી ધોલેરાને સુપ્રત કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય ના કેબિનેટ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા , દસ્કોઈ વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાબુભાઈ. જે. પટેલ, નાયબ કલેકટર શ્રી પારુલ બેન, ધોલેરા ટાટા સોલાર પાવર ના પ્રતીનિધિ હર્ષલ દેસાઈ, દિપક જાદવ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.દિનેશ.પી.પટેલ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.