ભાણવડ તાલુકા ના નવાગામ મા થયેલ હત્યા નો ભેદ ગણતરી ના કલાકો મા દ્વારકા એલ સી બી એ ઉકેલ્યો

દ્વારકા .ભાણવડ તાલુકા ના નવા ગામ વાડી વિસ્તાર મા ચાર શખ્સ એ હત્યા કર્યા ની ફરીયાદ પર થી પોલીસે ચાર આરોપી ને ગણતરી ના કલાકો મા ઝડપી લઈ આગળ ની કાર્ય વાહી હાથ ધરી છે મળતી વિગત મુજબ દેવભુમી દ્વારકા જીલ્લા ના ભાણવડ તાલુકા ના નવાગામ વાડી વિસ્તાર મા હરેશ ભાઈ ગોરધન ભાઈ જાવ્યા નામ ના સખ્સ પોતાની વાડી એ રાત્રિ ના સમય સુતા હોઇ તેં દરમ્યાન ચાના ભાઈ વેંજા ભાઈ પીપરોતર દિવ્યેશ ચનાભાઈ પીપરોતર બાવા ભાઈ નુરમામદ હિગોરા તથા મિલન વિરામ ઓડેદરા નામના ચારેય ઈશમો દ્રારા જીવલેણ હથિયાર વડે હરેશ ભાઈ ને માર મારી હત્યા કરી નાશી ગયા હતા આ બનાવ ની મુતક હરેશ ભાઈ ના ભાઈ એ ભાણવડ પોલીસે મા ગત ,તા ૩૦/૫ ના રોજ ચારેય આરોપી સામે ફરીયાદ ભાણવડ પોલીસે મા નોંધાવી હતી આ ગુન્હા નો ભેદ ઉકેલવા દ્વારકા એલ સી બી તથા ભાણવડ પોલીસ દ્રારા અલગ અલગ ટીમ બનાવી શંકાપદ ઈશમો પુછપરછ કર્તા ઉપરોક્ત ચારેય આરોપી એ હત્યા કર્યા નું કબૂલ્યું હતું એલ સી બી તથા ભાણવડ પોલીસે ચારેય આરોપી ને ઝડપી લઇ કોવીડ 19, રીપોટ તજવીજ હાથ ધારી આગળ ની કાર્ય વાહી હાથ ધરી છે આ કાર્ય વાહી દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસ વડા સુનિલ જોશી નાયબ અઘીક્ષ હિરેન ચોધરી ના માર્ગ દર્શન હેઠળ દ્વારકા એલ સી બી પી આઈ જે એમ ચાવડા પી એસ આઈ એસ વી ગળચર તથા ભાણવડ પી એસ આઇ એન એચ જોશી તથા દ્વારકા એલ સી બી અને ભાણવડ પોલિસ સ્ટાફ સાથે રહ્યો હતો
રીપોટ : ઉમેશ ઝાખરીયા