રાજકોટ માં ગુજરાત પેથોલોજીસ્ટ એસોસિએશન દ્રારા પોલીસમાં લેખીત રજુઆત કરવામાં આવેલ છે.

રાજકોટ માં ગુજરાત એસોસિયેશન ઓફ પેથોલોજિસ્ટસ એન્ડ માઇક્રોબાયોલોજીસ્ટસ દ્રારા આ અંગેની રાજકોટ શહેર પોલીસમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. અને આ અંગે સાઇબર ક્રાઇમ દ્રારા તપાસની માંગણી ઉઠાવી છે. કોરોનાના આ સમયમાં અમુક ભેજાબાજ તત્વો દ્રારા ગુજરાત સહિત અનેક પેથોલોજિસ્ટ તબીબોને ફોન કરીને આર્મી હેડ કવાર્ટરમાંથી વાત કરૂ છું, અમારા જવાનોના બ્લડ ટેસ્ટ કરવાના છે, પૈસા આર્મી ફંડમાંથી આવશે. તેમ કહી ટેલિફોનિક પૂછપરછ કર્યા બાદ લેબોટરી ના સંચાલક કે તેના સ્ટાફ મેમ્બર ના એકાઉન્ટમાંથી પિયા ઉપાડી લેવામાં આવે છે. આવી એક નહીં અનેક ઘટના બનતા હવે પેથોલોજીસ્ટ જાગૃત થયા છે. અને આ પ્રકારની ઘટના કયાં કયાં બની તેનો ડેટા મેળવીને અંતે પોલીસમાં અંગેની રજૂઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે જુદા જુદા નંબર ઉપરથી પેથોલોજીસ્ટ તબીબો પર ફોન આવે છે, જેમાં અમારા ૧૫ થી ૨૦ જવાનોના ડાયમર, C.B.C ટેસ્ટ કરવાના છે. અને તેમાં અમને કેટલું ડિસ્કાઉન્ટ મળશે તે તમામ વાતચીત ફાઇનલ કરીને તમારો જે માણસ સેમ્પલ લેવા માટે આવવાનો છે. તેનું આધારકાર્ડ મોકલો જેથી કેમ્પસમાં અમે તેમનો ગેટ પાસ કરાવી શકીએ. એસોસિએશનના પ્રમુખ ડો.લાલાણી એ જણાવ્યું હતું કે, સિનિયર પેથોલોજિસ્ટસ ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ વાપરતા ન હોવાથી તે કોઈ સ્ટાફ મેમ્બર ને આ પ્રક્રિયા સોંપી દેતા હોય છે. ગાંધીધામમાં B.S.F ના નામે દોઢ લાખ રૂપિયા ઉપાડી લેવાયા છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.