હળવદ નગરપાલિકાએ ફાયર સેફ્ટી મામલે 215 ઈસમો ને નોટીસ ફટકારી

હળવદ નગરપાલિકાએ ફાયર સેફ્ટી મામલે 215 ઈસમો ને નોટીસ ફટકારી
Spread the love

હળવદ નગરપાલિકાએ ફાયર સેફ્ટી મામલે 215 ઈસમો ને નોટીસ ફટકારી

હળવદ નગરપાલિકા દ્વારા શહેરમાં ખાનગી અને સરકારી શાળાઓ રેસ્ટોરેન્ટ તેમજ બિલ્ડીંગ સહિતના  215 ઇસમોને ફાયર સેફ્ટી તેમજ બિલ્ડિંગ યુઝ પરમીશન  મામલે નોટિસ  ફટકારી હતી.જ્યારે એન.ઓ.સી અને સર્ટિફિકેટ મેળવવાનો રહેશેનું જણાવાયુ હતુ. તેમ છતાં કોઈ ઈસમ ફાયર સેફ્ટી મેળવવા વિલંબ કરશે તો પાલિકા તંત્ર કાયદેસરની કાર્યવાહી કરશે તાકીદ કરાઇ હતી.

હળવદ શહેરની સંસ્થાઓમાં તેમજ નગરપાલિકા વિસ્તારોમાં આવતી  ખાનગી અને સરકારી શાળાઓમાં ફાયર સેફટી તેમજ બિલ્ડિંગ પરમિશન બાબતે હળવદ નગરપાલિકએ 215 લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં નોટિસમાં જણાવ્યા પ્રમાણે 500 ચો.મીથી ઓછો ફ્લોર એરિયા તથા 9 મિટરથી ઓછી ઊંચાઈ ધરાવતા બિલ્ડિંગ માટે સેલ્ફડીકલેરશન સટીફીકેટ માટે અરજી કરવાની રહેશેનું જણાવાયુ હતુ. અને સક્ષમ ઓથોરિટી પાસેથી ફાઈર સેફ્ટીનુ સર્ટીફિકેટ મેળવુ  પડશેની તાકીદ કરાઇ હતી. આ અંગે નગરપાલિકાના ચીફઓફિસર સંદીપસિંહ ઝાલાએજણાવ્યું હતું કે હળવદ શહેરમાં ખાનગી અને સરકારી શાળાઓ તેમજ સરકારી બિલ્ડિંગો રેસ્ટોરેન્ટ તેમજ વિવિધ સંસ્થાઓના 215 ઈસમો ને ફાયરસેફ્ટી મામલે નોટિસ ફટકારવામાં આવી હતી. આ તમામ લોકોને  ફાયર સેફટી  તેમજ બિલ્ડિંગ યુઝ પરમિશન ફરજીયાત મેળવવાની રહેશે આ બાબતે કોઈ ઈસમોઓ વિલંબ કરશે આગામી દિવસોમાં સરકારની સુચના મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રીપોર્ટ રમેશ ઠાકોર હળવદ

IMG-20210531-WA0295.jpg

Admin

Ramesh Tahkor

9909969099
Right Click Disabled!