કોવિડ-૧૯ અન્વયે જૂનાગઢ શહેરમાં તા.૧૧ જુન સુધી રાત્રી કર્ફયુ, આવશ્યક સેવા બાબતે નિયંત્રણો અને દિશા-નિર્દેશ જારી કરાયા

કેટલીક વ્યાપારીક ગતીવીધી માટે સવારના ૯ થી સાંજના ૬ કલાક સુધીની છુટ
રેસ્ટોરન્ટ સવારના ૯ કલાકથી રાત્રીના ૯ કલાક સુધી ટેક અવે અને સવારના ૯ કલાકથી રાત્રીના ૧૦ કલાક સુધી હોમ ડીલેવરીની સુવિધા ચાલુ રાખી શકાશે
જૂનાગઢ : કોરોના વાયરસ કોવિડ-૧૯ મહામારી અંતર્ગત સરકાર દ્વારા તા. ૨૧/૫/૨૦૨૧ થી તા.૨૮/૫/૨૦૨૧ સુધી રાત્રી કર્ફયુ, આવશ્યક સેવા બાબતે તેમજ નાગરિકો માટે જરૂરી નિયંત્રણો દિશા નિર્દેશો જારી કર્યા છે. કેટલીક વ્યાપારીક ગતીવીધી માટે સવારના ૯ થી બપોરના ૬ કલાક સુધી છુટ આપવામાં આવી છે.
જૂનાગઢ શહેરમાં મેજિસ્ટ્રેટ ડો.સૈારભ પારઘીએ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ફોજદારી કાર્યરીતી અધિનિયામ – ૧૯૭૩ ની કલમ ૧૪૪ ધ ગુજરાત એપીડેમીક ડીસીઝ કોવિડ – ૧૯ રેગ્યુલેશન ૨૦૨૦ અને ધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામા મુજબ રાત્રી કર્ફયુંના સમયગાળા દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. આ ઉપરાંત નીચેની બાબતો પણ અમલમાં રહેશે.
બિમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છુટ રહેશે.મુસાફરોને રેલ્વે, એરપોર્ટ એસ.ટી. કે સીટી બસની ટીકીટ રજુ કર્યેથી તેઓને અવરજવરની છુટ રહેશે.રાત્રી કર્ફયુના સમયગાળા દરમિયાન લગ્ન યોજી શકાશે નહીં.આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ નાગરિકો/ અધિકારીઓ/ કર્મચારીઓએ અવરજવર દરમિયાન માંગણી કર્યેથી જરૂરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે.અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન, સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવરજવરની છુટ રહેશે.અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પણના અધિકારી/ કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ ઉપરાંત આ સમયગાળા માટે કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન તમામ દૃકાનો, વાણિજ્યક સંસ્થાઓ, તમામ લારી-ગલ્લાઓ, શોપીંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર, તેમજ અન્ય વ્યાપારીક ગતીવીધી સવારના ૯ થી સાંજના ૬ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.
રેસ્ટોરન્ટ સવારના ૯ કલાકથી રાત્રીના ૯ કલાક સુધી ટેક અવે અને સવારના ૯ કલાકથી રાત્રીના ૧૦ કલાક સુધી હોમ ડીલેવરીની સુવિધા ચાલુ રાખી શકાશે. અઠવાડીક ગુજરી/બજાર/હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો( ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરિયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, સ્પા, જીમ, સ્વીમીંગ પુલ બંધ રહેશે. જે દરમિયાન કોવિડ-૧૯ સંબંધિત માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦(પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૨૦ (વીસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે.સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, Finance Tech સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ બેંકોનું ક્લીયરીંગ હાઉસ, એ.ટી.એમ./ સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઇન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦ ટકા સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્ક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહી.તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવળાઓ સદંતર બંધ રહેશે.
પ્રેક્ષકોની ઉપસ્થિતી વગર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ/ સ્પોર્ટર્સ સ્ટેડીયમ/ સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે.તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો/ પૂજારીઓ દ્વારા જ કરવાની રહેશે.પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦ ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.
આ સમયગાળા દરમિયાન નીચે મુજબની આવશ્યક સેવા/પ્રવૃતિઓ ચાલુ રહેશે.
COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે.મેડીકલ, પેરા મેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ (ચશ્માની દુકાન સહિત),ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલવરી સેવા. શાકભાજી તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે.કરીયાણું, બેકરી બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેચવાં માટેની ઓનલાઇન સેવા.અનાજ તથા મસાલા દળવાની ઘંટી.ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ/ રેસ્ટલરેન્ટમાંથી take away service આપતી સેવાઓ.ઇન્ટરનેટ/ટેલિફોન/મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ.પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન.પ્રેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી./ સી.એન.જી./ પી.એન.જી. ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડક્શન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોટેશન અને ડીસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ.પોસ્ટ અને કુરિયર સર્વિસ.ખાનગી સિક્યુરીટી સેવા.પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ.કૃષિ કામગીરી, પેસ્ટ કન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા.ઉક્ત તમામ આવશ્યક ચીઝ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ.આંતર રાજ્ય, આંતર જિલ્લા અને આંતર શહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઇ-કોમર્સ સેવાઓ.તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.બાંધકામને લગતી પ્રવૃતિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ સમયગાળા દરમિયાન એટીએમમાં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેન્ક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ
મો.8488990300