વર્ષા વિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે ઓનલાઇન યોજાયેલ ૨૭મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ

કસ બંધાવા અને ગર્ભ બંધાવાને આધારે વરસ મધ્યમ પ્રકારનું રહેવાની સંભાવના
વાવણીલાયક વરસાદ જૂનનાં ચોથા અઠવાડીયામાં થાય તેવુ અનુમાન
જૂલાઇના ત્રીજા- ચોથા અઠવાડીયામાં અતિવૃષ્ટી થવાની શકયતા
જૂનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષા વિજ્ઞાન મંડળ જૂનાગઢ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે તા.૦૭/૦૬/૨૦૨૧ના રોજ વર્ષા વિજ્ઞાન પરિસંવાદ-૨૦૨૧ ગુગલમીટના માધ્યમથી ઓનલાઇન યોજાઇ હતો. જેમાં ૪૦ જેટલા આગાહીકારો જોઈન્ટ થયા હતા. આ પરિસંવાદ દરમિયાન કુલપતિ ડો.વી.પી.ચોવટીયાએ જણાવેલ કે વરસાદના પૂર્વાનુમાનનું ઘણું મહત્વ છે. પૂર્વાનુમાનને લીધે ખેડૂતો પાક પસંદગી તથા પિયત વ્યવસ્થાનું આયોજન કરી શકે છે. આગાહીકારો ભડલી વાકયો અને પોતાની કોઠાસુઝને લક્ષમાં રાખી વરસાદની આગાહી કરતા હોય છે. તેમના જ્ઞાનને સાચવી રાખવાની જરૂર છે. તેમજ પૂર્વાનુમાનને વધુ સારૂ અને ઉપયોગી થાય તે માટે અવલોકનો અને તેને આધારે કરેલ પૂર્વાનુમાનનો અભ્યાસ કરતા રહેવો જોઇએ. તેઓએ પૂર્વાનુમાન માટે મહેનત કરવા બદલ સર્વે આગાહીકારોને બિરદાવેલ હતા. આ ઉપરાંત તેઓએ ધનસુખભાઇ શાહ, પુનાને બિરદાવતાં જણાવેલ કે, તેઓ આ ઉંમરે પણ તેઓની આગાહીઓ જૂનાગઢ ખાતે મોકલે છે તેમજ પરિસંવાદમાં પણ અચુક હાજરી આપે છે.ગત વર્ષે આગાહીકારોએ કરેલ પૂર્વાનુમાનમાં આગાહી લગભગ ૬૩ થી ૯૨ સુધી સાચી પડી હતી જે ખરેખર પ્રસંશનીય છે.
આ પ્રસંગે જેરામભાઇ ટીંબડીયા, ડો. પી.આર. કાનાણી તેમજ ડો. જે.ડી. ગુંદાલીયાએ પ્રાસંગિક પ્રવચન કરેલ હતુ. કાર્યક્રમના પ્રારંભે વિસ્તરણ શિક્ષણ નિયામક અને વર્ષા વિજ્ઞાન મંડળના પ્રમુખ ડો.એચ.એમ.ગાજીપરાએ ઉપસ્થિત રહેલ સર્વે મહાનુભાવો, અધિકારીઓ, આગાહીકારો અને ખેડૂતોનું સ્વાગત કરી જણાવ્યુ હતું કે, આગાહીકારો ખગોળ વિજ્ઞાન, જયોતિષશાસ્ત્ર, કસ બંધારણ, હવામાનના પરીબળો, વનસ્પતિમાં થતા ફેરફારો, પશુ-પક્ષીની ચેષ્ટા તેમજ ભડલી વાકયો વગેરેનો આધાર લઇને પોતાના પૂર્વાનુમાનો રજૂ કરતા હોય છે. આગાહીકારોને તેમના નિયમિત અવલોકનો લઇ યુનિવર્સિટીમાં મોકલી આપવા જણાવેલ. આગાહીકારો પોત પોતાના અવલોકનો અને પૂર્વાનુમાન અંગે એકબીજા સાથે ચર્ચા વિચારણા દ્વારા ભવિષ્યમાં પોતાના પૂર્વાનુમાનમાં વધુ સચોટ રીતે કરવાની ક્ષમતા કેળવાય તે હેતુથી આ પરિસંવાદનું આયોજન કરવામાં આવે છે.
ચોમાસાનું પૂર્વાનુમાન ખેતી પાકોની યોગ્ય પસંદગી તેમજ ખેતીના આયોજનમાં ઘણું જ ઉપયોગી બની રહે છે. જયારે અંતમાં વર્ષા વિજ્ઞાન મંડળના મંત્રી ડો. જી.આર. ગોહિલએ આભાર પ્રદર્શન કર્યુ હતુ.
આ પરિસંવાદ ઓનલાઇન રાખવામાં આવેલ જેમાં જુદા જુદા વિસ્તારમાંથી ૪૦ જેટલાં રસ ધરાવતા અવલોકનકારોએ ભાગ લીધેલ હતો. આ પરિસંવાદમાં નીચે મુજબ તારણો મળેલ છે.
· વાવણીલાયક વરસાદ જૂનનાં ચોથા અઠવાડીયામાં થાય તેવુ અનુમાન છે.
· જૂલાઇના ત્રીજા- ચોથા અઠવાડીયામાં અતિવૃષ્ટી થવાની શકયતા છે.
· ૧૬ ઓગષ્ટ બાદ વરસાદની ખેંચ વર્તાય તેવા સંજોગો છે.
· માવઠાની નવેમ્બરના બીજા અઠવાડીયામાં શકયતા છે.
· વર્ષ મધ્યમ રહેવાની શકયતા છે.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ
મો.8488990300