જૂનાગઢ જિલ્લાની લીડ બેન્ક દ્વારા રૂા.૬૮૧૨ કરોડને વાર્ષિક ધિરાણ પ્લાન લોન્ચ કરાયો

કૃષિ ક્ષેત્રમાં ૫૩૨૫ કરોડના ધિરાણનુ લક્ષ્યાંક
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાની લીડ બેન્ક દ્વારા રૂા.૬૮૧૨ કરોડનો વાર્ષિક ધિરાણ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લામાં કાર્યરત વિવિધ બેન્કો દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં વિવિધ ક્ષેત્રે કુલ રૂા.૬૮૧૨ કરોડનું ધિરાણ અપાશે.
જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ આજે કલેકટર કચેરી ખાતે બેન્કર્સ સાથે યોજાયેલ બેઠકમાં આ ધિરાણ પ્લાનનું વિમોચન કર્યું હતું. જેમાં કૃષિ ક્ષેત્રને સૌથી વધુ રૂા.૫૩૨૫ કરોડનું ધિરાણ અપાશે. જ્યારે એમ.એસ.એમ.ઇ સેક્ટરને રૂા.૮૭૬ કરોડ તેમજ અન્ય પ્રાઇમરી સેક્ટર જેમાં હાઉસીંગ, એજ્યુકેશન, ટ્રાન્સપોર્ટ સહિત માટે રૂા.૬૧૦ કરોડના ધિરાણનું લક્ષ્યાંક રાખવામાં આવેલ છે.
લીડ બેન્ક મેનેજરશ્રી મનોહર વાઘવાણીના જણાવ્યાનુસાર ગત વર્ષ જિલ્લાની વિવિધ બેન્કો દ્વાચરા ૬૧૯૧ કરોડનો વાર્ષિક ધિરાણ પ્લાન લોન્ચ કરાયો હતો. તેની સામે ૬૪૩૯ કરોડનું ધિરાણ આપી ૧૦૪ ટકા સિધ્ધી હાસલ કરવામાં આવી હતી. આ પ્રસંગે નાબાર્ડના ડીડીએમ કીરણ રાઉત, એસબીઆઇના એજીએમ સીતલાપ્રસાદ કોરી, બેન્ક ઓફ બરોડાના ચીફ મેનેજર મુકેશ કુમાર સહિત બેન્કર્સ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ
મો.8488990300