ડભોઇ રેફરલ હોસ્પિટલમાં વડોદરા ના મહિલા દર્દી ના પેટમાં થી 10 કિલો ની ગાંઠ નું સફળ ઓપરેશન

*ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે મેડિકલ ટીમ દ્વારા”૬૬ વર્ષની ઉંમર ધરાવતા મહિલાના પેટમાંથી ૮થી ૧૦ કિલોની ગાંઠ ની સફળ શસ્ત્રક્રિયા કરી બહાર કઢાઈ*
હાલ ચાલી રહેલ કોરોના ની કપરી મહામારી થી લોકો ત્રસ્ત થઈ ઉઠયા છે.દવાખાનાઓમાં લાખો રૂપિયા ખર્ચી પણ પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવે છે સાથે કોરોના શિવાય ની બિમારી હોય તો પણ ડોક્ટરો કોરોના રીપોર્ટ કઢાવ્યા વગર દર્દીને અડવા પણ રાજી થતા નથી એવામાં છેલ્લા કેટલાક સમયથી વડોદરાના મહિલાના પેટમાં ગાંઠ હોય પીડા સહન કરી રહ્યા હતા. ડભોઇ સરકારી દવાખાના ખાતે સતત આઠથી દસ દિવસ સુધી ચિકિત્સા કરી આખરે ઓપરેશન કરી દર્દીના પેટમાંથી લગભગ ૮ થી ૧૦ કિલો વજન ધરાવતી ગાંઠ નું યુક્તિ પૂર્વક સફળ ઓપરેશન કરી ગાંઠને પેટમાંથી બહાર કાઢી દર્દીને પિડા રહિત કરાતા દર્દીના પરિવારજનો ખુશીથી ઝૂમી ઉઠી ડોક્ટરો અને ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો.વડોદરાના રહેવાસી એવા સ્વદીપ ચૌહાણ જેઓ ના માતા જે ૬૬ વર્ષની ઉંમરના હોય તેમના પેટમાં ઘણા સમયથી ગાંઠ હોય જે સમય જતાં ધીરે-ધીરે મોટી થતા અનહદ દુખાવાથી પીડાતા હતા.જેથી તેમના સુપુત્ર દ્વારા વડોદરામાં બે થી ત્રણ દવાખાનામાં લઇ જવાયા હતા પણ ત્યાં તેઓને કડવા અનુભવો થતા તેઓ નિરાશ થઈ જવા પામ્યા હતા ત્યાર પછી તેઓને જાણવા મળ્યું હતું કે ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે પણ અનુભવી મેડિકલ ટીમ અને ડોક્ટરો દ્વારા થોડાક સમય પહેલા આવી જ ગાંઠની સરળ શસ્ત્રક્રિયા કરાઇ હતી તેથી તેઓ પોતાની માતાને લઈ ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા.સઘળી હકીકત જણાવ્યા પછી ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે તેઓની માતાને દવાખાનામાં આઠ-દસ દિવસ દાખલ કરી સારવાર હેઠળ રખાયા હતા.
જ્યારે દર્દીનું ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે મેડિકલ ટીમ તેમજ અનુભવી ડોક્ટરો દ્વારા સફળ ઓપરેશન કરી દરદીના પેટમાંથી ૮થી ૧૦ કિલોની ગાંઠ પેટમાંથી બહાર કાઢી માનવતા ની મહેક પ્રસરાવી હતી.
સાથે સ્વદીપ ચૌહાણે ડભોઇ રેફરલ હોસ્પિટલ ની મેડિકલ ટીમ અને ડોક્ટરોને ભગવાનનું સ્વરૂપ ગણી ભગવાનનું અને પોતાના ગુરુનું આભાર વ્યક્ત કર્યું હતું.
રિપોર્ટ:-ચિરાગ તમાકુવાલા ડભોઇ