કલ્યાણપુર તાલુકા ના રાવલ ગામે થી અંગ્રેજી દારૂ નો મોટો જથ્થો ઝડપાયો

દ્વારકા : દેવભુમી દ્વારકા જીલ્લા ના કલ્યાણપુર તાલુકા ના રાવલ ગામે થી ગઇ કાલે રાત્રે પોલીસ ને બાતમી મળેલ કે રાવલ ગામ ની સીમ મા શનિ તળાવ ની બાજુમા રણજિત વજશી ભાઈ મોઢવાડીયા નામ ના શખ્સ એ પોતાના ખેતર મા અંગ્રેજી દારૂ નો મોટો જથ્થો મંગાવ્યો હોય જે બાતમી આધારે રાવલ -કલ્યાણપુર – તેમજ ભાટીયા પોલીસે અલગ -અલગ ટીમ બનાવી ઉપરોક્ત સ્થળે દરોડો પાડ્યો તેં દરમ્યાન ખેતર મા ટ્રક નં M H.૦૪ H Y.૯૫૦૨ તાપસતા જેમાં થી મેકડૉનલ નં ૧ ની ૪૪૬૩ બોટલ કી.રુ-/ ૧૭૮૫૨૦૦. તથા બ્લુસ્ટોક રિઝર્વ વ્હિસ્કી ની ૨૯૭૬ બોટલ કી.રુ-/ ૧૧૯૦૪૦૦. તથા ટ્રક કી. રુ-/ ૧૦.લાખ તેમજ મોટર સાઇકલ નં જી. જે.૧૦ C D .૪૦૮૯ કી. રૂ-/ ૨૦.હજાર મળી કુલ રૂ -/ ૩૯૯૫૬૦૦.નો મુદામાલ જપ્ત કરી આરોપી રણજિત વજશી ભાઈ મોઢવાડીયા વિરૂદ્ધ કલ્યાણપૂર પો. સ્ટે.મા ગુન્હો નોંધી આરોપી ની શોધ ખોળ હાથ ધરી છે આ કાર્ય વાહી દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસ વડા સુનિલ જોશી ડી વાઇ એસ પી હિરેન ચૌધરી ના માર્ગ દર્શન હેઠળ કલ્યાણપૂર પો.સ્ટે.ના પી એસ આઇ એફ બી ગગનીયા રાવલ પો.સ્ટે.ના પી એસ આઇ એ બી ગોઢાલીયા તેમજ ભાટીયા પો.સ્ટે.ના પી એસ આઇ પી ડી વાંદા તથા તમામ પો.સ્ટે.નો સ્ટાફ સાથે રધો હતો
રિપોર્ટ : ઉમેશ ઝાખરીયા