રાજકોટ ના મોરબી રોડ પર કાગદડી ખાતેના ખોડીયારધામ આશ્રમના મહંતે કરેલા આપઘાતના બનાવ પાછળ જળ, જમીન અને જોરૂ કારણભૂત બન્યા

રાજકોટ ના મોરબી રોડ પર કાગદડી ખાતેના ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસબાપુએ કરેલા આપઘાતના બનાવ પાછળ જળ, જમીન અને જોરૂ કારણભૂત બન્યા છે. મહંત જયરામદાસબાપુના આપઘાતના બનાવને કુદરતી મોતમાં ખપાવવા અનુયાયીઓ અને કેટલાક ટ્રસ્ટીઓ દ્વારા ખાનગી હોસ્પિટલમાં તબીબ પાસે હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યાનું ડેથ સર્ટિફિકેટ મેળવી તાત્કાલિક પાલખી યાત્રા કાઢી અંતિમ વિધી કરી નાખવામાં આવી એટલું જ નહી તેમના અસ્થિ વિસર્જન પણ હરિદ્વાર ખાતે કરી નાખવામાં આવ્યા હતા. રાજકોટ કુવાડવા પોલીસે આ અંગે છાનભીન શરૂ કરતા આશ્રમમાંથી ૨૦ પેઇઝની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. તેમજ મહંત જયરામદાસબાપુએ આશ્રમમાં ઉલ્ટી કર્યાના પુરાવા મળી આવ્યા હતા. કાદગડીના રામજીભાઇ લીંબાસીયાએ મહંતના ભત્રીજા અને કોડીનાર તાલુકાના પેઢાવાડા ગામના વતની અલ્પેશ પ્રતાપ સોલંકી અને તેના બનેવી પ્રશ્ર્નાવડા ગામના હિતેશ લખમણ જાદવ તેમજ ગાંધીગ્રામ વિસ્તારના વિક્રમ દેવજી સોહલા બ્લેક મેઇલીંગ કરતા હોવાથી આપઘાત કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે. મહંત જયરામદાસબાપુને હનીટ્રેપમાં ફસાવવા બે યુવતીની મદદ લેવામાં આવી હતી. તે પૈકી એક મહંત જયરામદાસબાપુની ભત્રીજી થતી હોવાનું સામે આવ્યું છે. મહંત જયરામદાસબાપુએ આપઘાત પૂર્વે લખેલી ૨૦ પેઇઝની સ્યુસાઇડ નોટમાં અલ્પેશ સોલંકી, હિતેશ જાદવ અને વિક્રમ સોહલાના જ નામ લખ્યા છે. અન્ય કંઇ લખ્યું ન હોય તેમ પોલીસ આશ્રમના અન્ય ટ્રસ્ટીઓની સંડોવણી અંગે કંઇ પ્રકાશ પાડતી નથી કે, સ્યુસાઇડ નોટ જાહેર પોલીસ દ્વારા કેમ કરવામાં આવતી નથી તે અંગે પણ સવાલ થઇ રહ્યો છે. ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસબાપુને બ્લેક મેઇલીંગ કરી રૂા.૨૧ લાખ જેટલી રકમ ભત્રીજા અલ્પેશ સોલંકી અને ભાણેજ જમાઇ હિતેશ જાદવે પડાવી ઘરના જ ઘાતકી બન્યા છે. ત્યારે હનીટ્રેપમાં મહંત જયરામદાસબાપુને ફસાવવામાં અલ્પેશ સોલંકી અને હિતેશ જાદવને જ રસ હતો કે અન્ય કોઇ હનીટ્રેપમાં ફસાવ્યા તે અંગે ઉંડી તપાસ કરવી જરૂરી છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.