મોંઘવારી નો કોંગ્રેસ દ્વારા થરાદ માં વિરોધ પ્રદર્શન

મોંઘવારી નો કોંગ્રેસ દ્વારા થરાદ માં વિરોધ પ્રદર્શન
Spread the love

થરાદમાં કોંગ્રેસ દ્વારા ડીઝલ પેટ્રોલના ભાવ વધવાને લઈ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.દેશમાં કોરોનાની રફતાર ભલે ઓછી થઈ પણ પેટ્રોલ ડીઝલની રફતાર દિનપ્રતિદિન વધી જાય છે, વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવના કારણે મોંઘવારી પોતાનો આતંક દેખાડી રહી છે. વધતી જતી મોંઘવારીના કારણે સામાન્ય વ્યક્તિનું આથિક બજેટ ખોરવાઈ રહ્યું છે.ત્યારે આજે સમગ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને વિરોધ પ્રદશન કરવામાં આવ્યું છે જેમાં થરાદ તાલુકા કોંગ્રેસ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત,આબાભાઈ સોલંકી કોંગ્રેસ પ્રમુખ થરાદ, માંગીલાલ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય અને કાર્યકર્તા ઓ દ્વારા સાયકલ રેલી ધરણા અને હાઇવે ચક્કાજામ પ્રદશન કરવામાં આવ્યું હતું .જો કે ધરણાં કાર્યકમ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય સહિત 20 નેતાઓ સહિત કાર્યકતાઓની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી.
કોરોનાની બીજી લહેર અસર હેઠળ પ્રજાજનો જ્યારે ભારે આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે, ત્યારે કેન્દ્રની ભાજપ સરકાર પેટ્રોલ ડીઝલના ભાવમાં અસહ્ય વધારો કર્યો છે. ‘અબકી બાર પેટ્રોલ 100 કે પાર’ના સૂત્ર સાથે છેલ્લા 3 મહિનામાં કેન્દ્રની મોદી સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. માત્ર 5 માસના ટૂંકા ગાળામાં 43 વખત ભાવ વધારો કરાયો છે.લોકો ને રોજિંદી વપરાશકા થતી વસ્તુઓ માં ભાવ ઘટાડે તેવી માંગ કરી હતી.

રિપોર્ટ: જનકસિહ વાઘેલા (થરાદ)

IMG_20210612_145432.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!