મિત્રની મૈત્રી

સુખમાં જે મસ્તી કરતા કરતા રડાવે ,
દુઃખમાં પહેલા આવી આંસુ લુછી હસાવે
એ મિત્ર ની મૈત્રી
પાસે હોય ત્યારે વાતોથી પકાવે
દૂર રહેતા એની વાતો યાદ આવે
એ મિત્ર ની મૈત્રી
નાસ્તા ટાઈમ બિલ આપવા લડતા
જરૂર પડતા જયારે મદદ કરવા લડે
એ મિત્ર ની મૈત્રી
વર્ગખંડમાં સાથે રહી પહેલા ચુગલી કરતા
અને સજા માળીયા પેલા બચાવતા
એ મિત્ર ની મૈત્રી
અંદરો અંદર ગમે તેમ ઝગડતા
બીજા કઈ બોલે તો પેલા રોકતા
એ મિત્ર ની મૈત્રી
થોડું કામ હોય જે બધાને સાથે કરતા
ડબલ સમય લાગી જતો કામમાં
એ મિત્ર ની મૈત્રી
બીજા ની ઉતારવામાં હંમેશા તત્પર
પોતા ઉપર આવતા વાત ફેરવતા
એ મિત્ર ની મૈત્રી
એક ચોકલેટના કેટલા ભાગ કરી
મોટા ટુકડા માટે બાજવું
એ મિત્ર ની મૈત્રી
વરસાદમાં ખુદ છત્રીમાં રહીને
બીજાનો મોબાઈલ બાર રાખી સેલ્ફી લેવી
એ મિત્ર ની મૈત્રી
ભણવા તો સૌ જાય પરંતુ
ભણવાની સાથે બધા પાઠ શીખવે
એ મિત્ર ની મૈત્રી
શાળાએ રહી વેકેશનની રાહ જોતા
વેકેશનમાં સૌથી વધુ યાદ કરતા
એ મિત્ર અને એની મૈત્રી
હસવું , રમવું , રડવું અને બાજવું
પાછા હંમેશા ભેગા ચાલવું
એ મિત્ર ની મૈત્રી
મિત્રો તો બધાને હોય જ છે પરંતુ
“ધમુ” કહે કૃષ્ણ અને સુદામા જેવા બને
એ મિત્ર ની મૈત્રી
આપડે માંગવું ના પડે અને
મિત્ર બધું આપીને જણાવતો નથી
એ જ મિત્ર ની મૈત્રી
– મહેતા ધર્મિષ્ઠા કામેશ્વરભાઈ
રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ