ડભોઇ નજીક આવેલા વઢવાણા-પાનખરને જોડતા રોડ નજીકના રેલ્વે ગરનાળામાં પાણી ભરાતા લોકોને હાલાકી
- લોકો એ રસ્તોઆપો- રસ્તો આપો ના સૂત્રોચાર સાથે વિરોધ પ્રગટ કર્યો”
વઢવાણા- પાનખર ને જોડતા રોડ ઉપર ગરનાળું બનાવવામાં આવ્યું છે.જ્યારથી આ ગરનાળું બન્યું છે ત્યાર થી પાણી ભરાવાના પ્રશ્નો આજે પણ યથાવત છે. આ ગરનાળા થી પાંચ જેટલા ગામના ગ્રામજનો અવરજવર કરતાં હોય છે. તેમજ બારે માસ આ ગરનાળામાં પાણી ભરાયેલું હોય છે. હજી તો ચોમાસાની શરૂઆત પણ થઇ નથી છતાં પણ પાણી ભરવાના દ્રશ્યો આજે પણ દેખી શકીએ છીએ. જ્યારે ચોમાસાની ઋતુ શરૂ થાય છે ત્યારે આ ગરનાળામાં આશરે પંદરથી સોળ ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે અને તે સમય દરમિયાન નાના બાળકો અને વૃદ્ધોએ પણ રેલવેના પાટા ઓળંગીને પોતાનો જીવ જોખમમાં મૂકીને જવું પડતું હોય છે.
આ બાબતે વઢવાણા તેમજ તેની આસપાસના પાંચ જેટલા ગ્રામજનોએ સ્થાનિક કક્ષાએ રજુઆતો કરી છે. પરંતુ હજી સુધી તેનો કોઈ નિકાલ આવ્યો નથી અને સ્થાનિક કક્ષાએથી જાણવા મળ્યું છે કે આ કામ કેન્દ્ર સરકાર દ્વારા જ કરવામાં આવશે .જેથી ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. આ બાબતે ગ્રામલોકોમાં આ ગરનાળામાં પાણી ભરવા ના પ્રશ્નોનો જલ્દી થી ઉકેલ આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
રિપોર્ટ : ચિરાગ તમાકુવાલા (ડભોઇ)