રાજકોટ : બાગ-બગીચા આજથી રાબેતા મુજબ ખોલવામાં આવ્યાં

રાજકોટ : બાગ-બગીચા આજથી રાબેતા મુજબ ખોલવામાં આવ્યાં
Spread the love

રાજકોટ શહેર તા.૨૧/૬/૨૦૨૧ ના રોજ રાજ્ય સરકાર અનલોક જાહેર કરી બાગ-બગિચાઓ ગત સપ્તાહે ખોલવાની મંજૂરી આપી હતી. જ્યારે બાળકોથી લઈને મોટેરાઓ સુધીના આનંદ લઈ શકે તેવા એકમાત્ર સ્થળ પ્રદ્યુમનપાર્ક ઝૂ લાંબા સમયથી બંધ રહ્યા બાદ સોમવારથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, બાગ બગીચા સમિતિના ચેરમેન અનિતાબેન ગોસ્વામી એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, કોરોના મહામારીના કારણે તા.૧૯/૩/૨૦૨૧ થી મુલાકતીઓ માટે ઝૂ બંધ રાખવામાં આવેલ હતું. હાલમાં, કોરોનાની સ્થિતિ સારી છે તેમજ સરકાર દ્વારા બાગ-બગીચા વિગેરે ખોલી નાંખવાની મંજુરી આપવામાં આવેલ. જેના અનુસંધાને તા.૨૧/૬/૨૦૨૧ ને સોમવાર પ્રાણીઉદ્યાન કોરોનાની ગાઈડલાઈન સાથે ફરી શરૂ કરવામાં આવશે છે.

પ્રાણીઉદ્યાનની મુલાકાતે આવનાર લોકોને સેનેટાઈઝ કરવામાં આવશે તથા થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવશે. માસ્ક પહેરવું ફરજીયાત રહેશે તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. પ્રાણી ઉદ્યાનનો સમય સવારે ૯ થી સાંજે ૬ વાગ્યાનો રહેશે, તેમજ ઈલેક્ટ્રીક કાર પણ ચાલુ રખાશે. દર શુક્રવારે બંધ રહેશે. રાજકોટ શહેર પ્રાણીઉદ્યાનનો આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે. નવી દિલ્હીની ગાઈડલાઈન મુજબ દર વર્ષે નવા નવા વન્યપક્ષીઓ, વન્યપ્રાણીઓ વિનિમય હેઠળ અન્ય ઝૂ પાસેથી મેળવી ઝૂ નો વિકાસ કરવામાં આવે છે. ઝૂ નો ટોટલ વિસ્તાર ૧૩૭ એકર માં છે. અને નૈસર્ગિક વાતાવરણમાં પ્રાકૃતિક પર્યાવરણનો અહેસાસ થાય છે. ઝૂ ખાતે હાલ જુદી-જુદી ૫૫ પ્રજાતીના કુલ-૪૪૬ પ્રાણીઓ, પક્ષીઓ આવેલ છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20210621-WA0039.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!