વિશ્વ યોગ દિવસ નિમિત્તે

મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે જૂનાગઢ જિલ્લામાં ૨૦ યોગ કોચ અને ટ્રેનરને પ્રમાણપત્ર વિતરણ કરાયા
જૂનાગઢ : પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાના હસ્તે આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લામાં ૨૦ યોગ કોચ અને ટ્રેનરને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.
જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે વિશ્વ યોગ દિવસ-૨૦૨૧ નિમિત્તે જિલ્લામાં ૨૦ યોગ કોચ અને ટ્રેનરને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ યોગ શિક્ષક અને ટ્રેનરને શુભેચ્છા પાઠવી અને સર્ટીફિકેટ વિતરણ કર્યા હતા.
આ તકે સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમ, કલેક્ટર ડો.સૌરભ પારઘી, ડી.ડી.ઓશ્રી પ્રવીણ ચૌઘરી, એસ.ડી.એમ અંકિત પન્નુ, જિલ્લા ચૂંટણી અધિકારી સરવૈયા, જિલ્લા રમત ગમત અધીકારી હીતેશ દિહોરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે ચેતના વિનોદ ગજેરા, ધરમબેન મસરીભાઇ કચોટ, દિલિપસિંહ પરમાર, વર્ષાબેન બી. અમલ, વૈશાલી મયુરભાઇ ચુડાસમા, વિમલાબેન વાછાણી, દર્શન બી. વાધેલા, નર્મદાબેન ઇ ચૌહાણ, નીતાબેન ગજેરા, ધ્રુતિબેન હેદપરા, નીશા માલદેભાઇ ટીંબા, રાઠોડ અંજના ગોવિંદભાઇ, નીતાબેન ગજેરા, ચુડાસમા એકતા, વાધેલા વિમલ , દેવાણી વનીતા, સિસોદિયા વંદનાબેન, પરીયા રિધ્ધી , ચોટાઇ મયુરી સંદિપકુમારને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરાયા હતા.
ઘર-ઘર, જન-જન સુધી યોગ પહોંચવો જોઇએઃ કોચ નીશાબેન ટીંબા
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે જૂનાગઢ જિલ્લામાં માણાવદર તાલુકાના યોગ કોચ નીશાબેન ટીંબાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય દ્વારા યોગ અભિયાન ચાલી રહ્યો છે તો આપણે જૂનાગઢ જિલ્લાના યોગ ટ્રેનરો,કોચો, સંગઠનોએ આગળ આવી યોગને ઘર-ઘર સુધી પહોંચાડીએ. રાજ્ય સરકારના અભિયાનમાં આપણે સૌ સહભાગી બનીએ અને સ્વસ્થ રહીએ.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ
મો.8488990300