ડભોઇ સુધરાઈ ગ્રાઉન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા 7 ને ડભોઇ પોલીસ એ ઝડપી પાડ્યા
ડભોઇ માં હીરાભાગોળ બહાર આવેલ સુધરાઈ ગ્રાઉન્ડ પાસે ભાથુંજી નગર પાછળ ખુલ્લા માં જુગાર રમતા જુગરીઓ ને ડભોઇ પોલીસ એ ઝડપી પાડ્યા હતા.બનાવ ની વિગત પ્રમાણે ડભોઇ પોલીસ ને ચોક્કસ બાતમી મળી હતી કે ડભોઇ હીરાભાગોળ બહાર સુધરાઈ ગ્રાઉન્ડ પાસે ભાથુંજી નગર પાછળ અમુક લોકો કુંડાળું વાળી ખુલ્લા માં પાના પત્તા નો જુગાર રમી રહ્યા છે જે બાતમી ના આધારે ડભોઇ પોલીસે રેઇડ કરતા પોલીસ ને જોઈ જુગરીઓ માં નાસભાગ મચી જવા પાંમી હતી.જેથી ભાગી રહેલા જુગરીઓ ને પોલીસ એ કોર્ડન કરી ઝડપી પડ્યા હતા જેમાં 7 જેટલા જુગરીઓ ઝડપાયા હતા અને 2 જુગરીઓ નાસી છૂટવામાં સફળ થયા હતા.
પકડાયેલ જુગરીઓ માં (૧)કલ્પેશ ઉર્ફે કલ્યાણ કનુભાઈ રાણા રહે,રાણાવાસ ડભોઇ, (૨) રમેશભાઈ ભીખાભાઇ રાણા રહે,રાણાવાસ અંબાલાલની ચાલી પાસે, ડભોઇ (૩) કૌશિકભાઈ સોમાભાઈ રાણા રહે,રાણાવાસ ડભોઇ (૪) રજનીકાંત ગોપાલભાઈ રાણા રહે રાઘવનગર સોસાયટી ડભોઇ (૫) રીપૂલભાઈ ગોવિંદભાઇ રાણા રહે,રાણાવાસ ખોડીયારમાતા ના મંદીર પાસે (૬) રાહુલભાઈ રમેશભાઈ તડવી, રહે,સુધરાઈ ગ્રાઉન્ડ પાસે ડભોઇ (૭) નિલેશભાઈ પરસોત્તમભાઈ રાણા ને સ્થળ પર થી જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા.
જ્યારે મહેબૂબભાઈ સુલેમાનભાઈ ખાનુંવાલા રહે,ચુનારા ફળિયું ડભોઇ તથા અશ્વિનભાઈ ગોવિંદભાઈ તડવી ઉર્ફે ટીક્કી રહે,ખેડાવાડ ફળિયું ડભોઇ નાસી છૂટવામાં સફળ થયા હતા. ઝડપાયેલા તમામ જુગરીઓ પાસે થી અંગજડતી ના કુલ મળી 24,220 તથા દાવ પરના 7,820 મળી કુલ 32,040 નો મુદ્દામાલ કબ્જે કરી તમામ જુગાર રમતા ઈસમો ને ઝડપી પાડી જુગરધાર ની કલમ હેઠળ આગળ ની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રિપોર્ટ : ચિરાગ તમાકુવાલા (ડભોઇ)